175 કિલોનો હતો આ વ્યક્તિ, આ રીતે ઘટાડ્યું 75 કિલો વજન, જાણો સ્ટોરી

PC: aajtak.in

મેરઠના એક પ્રાઈવેટ હોસ્પિટલમાં હાલમાં જ 175 કિલોના એક વ્યક્તિની બેરિએટ્રીક સર્જરી કરવામાં આવી છે. ડૉક્ટરોએ દાવો કર્યો છે કે સર્જરી પછી તે વ્યક્તિનું વજન 60 થી 75 કિલો જેટલું ઘટી ગયું છે. આ આખી સર્જરીમાં 50 મિનિટનો સમય લાગ્યો અને સફળતાપૂર્વક આ સર્જરી કરવામાં આવી છે. ડૉક્ટરોએ દાવો કર્યો છે કે આ ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીનો પહેલો મામલો છે, જેમાં સૌથી વધારે વજનવાળી વ્યક્તિની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી છે.

ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, આ પહેલા પણ ઘણા બધા ઓપરેશન કરવામાં આવી ચૂક્યા છે પરંતુ 175 કિલોના વ્યક્તિની સર્જરી ઉત્તર પ્રદેશમાં પહેલી વખત કરવામાં આવી છે. આ વ્યક્તિનું નામ સંજય શર્મા છે અને તે મેરઠ, બાગપતના ખેડકાનો રહેનારો છે. પોતાની આ સફળતાપૂર્વક સર્જરીથી સંજય ઘણા ખુશ છે. બાગપતના ખેડકાના રહેનારા 45 વર્ષના  સંજય શર્મા મોટોપાની સમસ્યાથી ઘણા વધારે પરેશાન હતા અને સતત તેમનું વજન વધી રહ્યું હતું. વજન વધવાના કારણે સંજય શર્માને રોજના કામો કરવામાં ઘણી મુશ્કેલી પડી રહી હતી. સંજય શર્માના વજન વધવાની સમસ્યા આનુવંશિક છે કારણ કે તેમના પરિવારમાં દરેક લોકોનું વજન વધેલું છે.

વધતા વજનથી પરેશાન થઈને સંજય શર્માએ દિલ્હીની હોસ્પિટલમાં પણ પોતાનો ઈલાજ કરાવ્યો પરંતુ તેનાથી તેમને કોઈ ફાયદો થયો ન હતો. જેના પછી તે મેરઠની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. સંજય શર્માની સર્જરી કરનારા ડૉક્ટર ઋષિ સિંઘલે કહ્યું કે દર્દીનું વજન લગભગ 175 કિલો હતું, જેના કારણે તેમને ઘણી મુશ્કેલીઓ થવા લાગી હતી. ડૉ.એ કહ્યું કે મોટાપો ઓછો કરવા માટે દર્દીની બેરિએટ્રીક સર્જરી કરવામાં આવી અને હવે તો સ્વસ્થ છે. ડૉ.ઋષિએ કહ્યું કે મોટાપાના ઘણા બધા ફેક્ટર હોય છે. જેમાં આનુવંશિક અને ખાવા પીવામાં ધ્યાનન દેવાનું સામેલ છે.

ડૉ.ઋષિએ કહ્યું હતું કે આ દર્દીમાં મોટાપાને સંબંધિત દરેક ફેક્ટર સામેલ હતા. જેમ કે ખરાબ ખાવા-પીવાની ટેવ, ઓછી ફિઝીકલ એક્ટિવીટી, સાથે જ જિનેટીક-જેના કરાણે તેમની આખી ફેમિલી ઘણી જાડી હતી. ડૉ.એ કહ્યું કે અમે તેમની બાયપાસ સર્જરી કરી છે, જેમાં પેટને નાનું કરીને તેને આંતરડા સાથે ડિરેક્ટ જોડી દેવામાં આવ્યું છે. ઓપરેશનમાં 50 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. અને તેની અસર આગામી 3 થી 6 મહિનાઓમાં દેખાશે. 6 મહિના પછી તેમનું વજન લગભ 60 થી 70 કિલો ઓછું થઈને 100 કિલો સુધી પહોંચી જશે.

ડૉ. ઋષિએ કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં ઘણા ઓછા સેન્ટર્સ છે, જ્યાં આવા ઓપરેશન કરવામાં આવે છે પરંતુ અત્યાર સુધી યુપીમાં આટલા વજનવાળા વ્યક્તિનું કોઈ ઓપરેશન કરવામાં આવ્યું નથી. ઓપરેશન તો ઘણા બધા કર્યા છે પરંતુ મેરઠમાં આટલા ભારે વજનવાળા વ્યક્તિનું ઓપરેશન હજુ સુધી કરવામાં નથી આવ્યું. તેઓ અત્યાર સુધીમાં ઈંગ્લેન્ડ અને ભારતમાં મળીને કુલ 3.5 હજારની આસપાસ સર્જરી કરી ચૂક્યા છે.

આ સર્જરીમાં પેટનું માપ મહત્વ નથી રાખતું. સર્જરી દરમિયાન પેટને નાનું કરવામા આવે છે. ડૉક્ટરો નક્કી કરે છે કે કેટલું પેટ નાનું કરવું છે. મોટોપાને ખતમ કરવા માટે સર્જરી જ એકમાત્ર ઈલાજ છે. તમે ડાયેટ અને કસરતથી તેને ઓછું કરી શકો છો પરંતુ તેના બીજી વખત વધાવની શક્યતાઓ રહે છે. પરંતુ ઓપરેશનથી એક વખત ઘટેલું વજન ફરીથી વધતું નથી.

આ સર્જરીની કોઈ સાઈડ ઈફેક્ટ નથી. સર્જરી પછી તમે નોર્મલ લાઈફસ્ટાઈલ જીવો છો. મેં ઈંગ્લેન્ડમાં ઘણા દર્દીઓના આ ઓપરેશન કર્યા છે અને તેઓ પછી પહાડ પર પણ ચઢીને આવ્યા છે. મેરઠમાં પણ બે ડૉક્ટરોનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે અને તે પણ સફળ રહ્યું હતું.

ઓપરેશન કરાવનારા સંજ્ય શર્મા પણ ખુશ છે. જોકે સંજ્ય શર્મા પહેલા પણ એક ઓપરેશન કરાવી ચૂક્યા હતા પરંતુ તેમન લાપરવાહીના લીધે ફરીથી વજન વધી ગયું હતું. આ વખતે આશા છે કે તેમનું વજન ઓછું થશે અને તેઓ લાપરવાહી નહીં રાખે. તેમની પત્નીએ પણ કહ્યું છે કે તેઓ પોતાના ડાયેટ અને કસરતનું ધ્યાન નથી રાખતા એટલા માટે આ મુશ્કેલી ઊભી થાય છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp