બીમાર છો અને કોરોનાના ડરથી હોસ્પિટલ નથી જવું? તો આ રથ તમને ઉપયોગી થશે

PC: khabarchhe.com

કોરોનાથી ડર લાગતો હોવાથી હોસ્પિટલમાં જઇ શકતા નથી તો તમને ધનવન્તરિ રથ ઉપયોગી થશે. આ રથમાં ડોક્ટર પણ હોય છે અને દવાઓ પણ રાખવામાં આવે છે. નાની-મોટી બિમારી માટે કોઇપણ વ્યક્તિ આ રથની મુલાકાત લઇ શકે છે. આ રથમાં આપવામાં આવતી દવાઓ વિનામૂલ્યે છે.

ધન્વંતરિ રથ એક એવું મોબાઈલ હેલ્થ યુનિટ છેજેમાં એક ડૉક્ટરએક લેબ આસિસ્ટન્ટ એક ફાર્માસિસ્ટ સહિત પાંચ આરોગ્યકર્મીઓનો સ્ટાફ દર્દીઓની સારવાર માટે ઉપસ્થિત હોય છે. આ મોબાઇલ યુનિટના માધ્યમથી અમદાવાદના વિવિધ વિસ્તારમાં જઈને દર્દીઓને પ્રાથમિક તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

કોરોના સંક્રમણ સમયમાં લોકો હોસ્પિટલ સુધી જવાનું ટાળતા હોય છેત્યારે આ ધન્વંતરિ રથ તેમના સ્વાસ્થ્યની કાળજી લઇ રહ્યો છે. એકલા અમદાવાદમાં આ પ્રકારના 20 જેટલા ધનવન્તરિ રથ મૂકવામાં આવ્યા છે જે કોરોના સંક્રમણના વિસ્તારોમાં ફરીને લોકોને સારવાર આપી રહ્યાં છે. આ રથ 108 જેવી એમ્બ્યુલન્સમાં બનાવવામાં આવ્યો છે.

આ મોબાઇલ યુનિટ દ્વારા દર્દીઓને શરીરમાં દુખાવો થવોતાવ આવવોપેટમાં બળતરા થવી કે રોગ પ્રતિકારક શક્તિ ઘટી જવી એવી બાબતોમાં આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ સાથે સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અમદાવાદના અસારવા વિસ્તારના એક યુનિટ દ્વારા છેલ્લા ચાર દિવસમાં 400 થી વધુ દર્દીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.

અમદાવાદમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા કલાપીનગરના શૈલેષભાઈ મકવાણા કહે છે કે, ‘શરીરમાં દુખાવો થતાં અને અશક્તિ જેવું લાગતા મેં ધન્વંતરિ રથમાં પ્રાથમિક તપાસ કરાવી હતી. અહીંથી આપવામાં આવેલી સલાહ મુજબ આયુર્વેદિક ગોળીઓ લીધા બાદ હાલ શરીરનો દુખાવો ઓછો થયો છે તેમજ શરીરમાં નવી સ્ફૂર્તિ વર્તાઈ રહી છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp