જે ક્યારેય ધૂમ્રપાન નથી કરતા, તેમને પણ થઈ શકે છે ફેફસાનું કેન્સર, આ છે કારણ

PC: airqoon.com

જે લોકો ક્યારેય ધૂમ્રપાન નથી કરતા પરંતુ, ફાઈન પાર્ટિકુલેટ મેટર (પીએમ) 2.5ના સંપર્કમાં સતત બન્યા રહે છે, એવા લોકોને ફેફસાનું કેન્સર થઈ શકે છે. લંડનમાં ફ્રાન્સિસ ક્રિક ઈન્સ્ટીટ્યૂટના રિસર્ચર્સે પોતાના અધ્યયનમાં આ વાતનો ખુલાસો કર્યો છે. 40 હજાર લોકો પર કરવામાં આવેલા આ શોધના પરિણામ 10 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા. તેને વૈજ્ઞાનિકોની એક મોટી સફળતાના રૂપમાં જોવામાં આવ્યું. પીએમ 2.5 હવામાં રહેલા 2.5 માઈક્રોમીટરના વ્યાસવાળા શ્વાસની સાથે અંદર જનારા પ્રદૂષણના કણ હોય છે.

જોકે માનવામાં એવુ જ આવે છે કે, સિગરેટ ધૂમ્રપાન ફેફસાના કેન્સર માટે સૌથી મોટું રિસ્ક ફેક્ટર છે. તે 70 ટકા કરતા વધુ મામલા માટે જવાબદાર છે. પરંતુ, ફ્રાન્સિસ ક્રિક ઈન્સ્ટીટ્યૂટે પોતાના અધ્યયનને લઈને જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે, 2019માં દુનિયાભરમાં ત્રણ લાખ કરતા વધુ ફેફસાના કેન્સરથી થનારા મોતનું કારણ વાયુ પ્રદૂષણ હતું.

અધ્યયને આ પરિકલ્પનાની તપાસ કરી કે પીએમ 2.5 ફેફસામાં સોજાનું કારણ બને છે. જે સામાન્યરીતે કેન્સરવાળા મ્યૂટેશનને લઈએ જનારી નિષ્ક્રિય કોશિકાઓને સક્રિય કરવાનું કારણ હોય છે. પીએમ 2.5ના કારણે થનારા સોજા સાથે આ કોશિકાઓના પ્રસારથી ટ્યૂમર બની શકે છે, જેમા અનિયંત્રિતરીતે વધવાની પ્રવૃત્તિ-કેન્સર હોઈ શકે છે. અધ્યયનમાં એ પણ જાણવા મળ્યું છે કે, જે જગ્યાઓ પર પીએમ 2.5 વધુ છે, ત્યાં અન્ય પ્રકારના કેન્સરનો દર પણ વધુ છે.

નિષ્કર્ષ ગત અઠવાડિયે યૂરોપિયન સોસાયટી ઓફ મેડિકલ ઓન્કોલોજી (ESMO) કોંગ્રેસમાં પ્રોફેસર ચાર્લ્સ સ્વેનટન, પ્રમુખ શોધકર્તા અને કેન્સરની દવાના વિશેષજ્ઞ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. ESMO ઓન્કોલોજિસ્ટનું એક પ્રમુખ પ્રોફેશનલ ઓર્ગેનાઈઝેશન છે. સ્વેનટને કહ્યું, કેન્સર પેદા કરનારા મ્યૂટેશનવાળી કોશિકાઓ આપણી ઉંમર અનુસાર સ્વાભાવિકરીતે જમા થતી રહે છે પરંતુ, તે સામાન્યરીતે નિષ્ક્રિય હોય છે. અમને જાણવા મળ્યું કે, વાયુ પ્રદૂષણ ફેફસામાં આ કોશિકાઓને જગાડે છે, તેને વધતા અને સંભવિતરીતે ટ્યૂમર બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે.

ઘણા ભારતીય શહેર ખાસ કરીને દિલ્હી સહિત ગંગાના પૂરના મેદાનોવાળા શહેર ઘણા વર્ષોથી વાયુ પ્રદૂષણના ઉચ્ચ સ્તર સામે ઝઝૂમી રહ્યા છે. 2020માં ધ લેસેન્ટ પ્લેનેટરી હેલ્થમાં પ્રકાશિત એક વિશ્લેષણે અનુમાન લગાવ્યું કે, 2019માં ભારતમાં 1.67 મિલિયન મોત વાયુ પ્રદૂષણના કારણે થયા. જે દેશમાં તમામ મોતોના લગભગ 17.8 ટકા હતા.

ફ્રાન્સિસ ક્રિક ઈન્સ્ટીટ્યૂટના નિવેદન અનુસાર, જોકે ધૂમ્રપાન ફેફસાના કેન્સર માટે સૌથી મોટું જોખમ કારક હજુ પણ છે. છતા યુકેમાં ફેફસાના કેન્સરના 10માંથી એક મામલામાં બહારનું વાયુ પ્રદૂષણ જવાબદાર હોય છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, અનુમાનિત 6000 લોકો જેમણે ક્યારેય ધૂમ્રપાન નથી કર્યું, બ્રિટનમાં દર વર્ષે ફેફસાના કેન્સરથી મરી જાય છે. તેમાંથી કેટલાક મામલાઓનું કારણ ઘણી હદ સુધી વાયુ પ્રદૂષણ હોઈ શકે છે. વર્ષ 2019માં દુનિયાભરમાં આશરે ત્રણ લાખ ફેફસાના કેન્સરથી થનારા મોતોને PM 2.5ના સંપર્કમાં આવવા માટે જવાબદાર ગણાવવામાં આવ્યા હતા.

અધ્યયન પરથી જાણકારી મળી છે કે વાયુ પ્રદૂષણમાં નાના બદલાવ પણ માણસના સ્વાસ્થ્ય પર વિનાશકારી પ્રભાવ પાડી શકે છે. કો-ફર્સ્ટ ઓથર ડૉ. એમિલિયા લિમે એક નિવેદનમાં કહ્યું, અમારા વિશ્લેષણ અનુસાર વાયુ પ્રદૂષણનું સ્તર વધવાથી ફેફસાનું કેન્સર, મેસોથેલિયોમા અને મોઢા અને ગળાના કેન્સરનું જોખમ વધી જાય છે. તેમણે આગળ જણાવ્યું, આ શોધ વાયુ પ્રદૂષણ જેવા કાર્સિનોજેન દ્વારા ઉત્પન્ન સોજાના કારણે થનારા કેન્સર માટે એક વ્યાપક ભૂમિકાની સલાહ આપે છે. વાયુ પ્રદૂષણના સ્તરમાં નાના બદલાવ પણ માણસના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. દુનિયાના 99 ટકા લોકો એવી જગ્યાઓ પર રહે છે, જ્યાં વાયુ પ્રદૂષણનું સ્તર WHOની ગાઈડલાઈન્સ કરતા ઉપર છે. તેનો મતલબ એ છે કે તે આપણા બધા પર અસર કરી રહ્યું છે.

ભારતમાં વાયુ પ્રદૂષણથી થનારા મોતો પર 2020 લેસેન્ટ પ્લેનેટરી હેલ્થ લેખમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ પ્રકારના મોટાભાગના મોત એમ્બિએન્ટ પાર્ટિકુલેટ મેટર પ્રદૂષણ (0.98 મિલિયન) અને ઘરેલૂં વાયુ પ્રદૂષણ (0.67 મિલિયન)ના કારણે થયા. લેખકોએ લખ્યું હતું, 1990થી 2020 સુધી ઘરેલું વાયુ પ્રદૂષણના કારણે મૃત્યુદરમાં 64.2 ટકાનો ઘટાડો આવ્યો, જ્યારે એમ્બિએન્ટ કણોના પ્રદૂષણના કારણે તેમા 115.3 ટકાનો વધારો થયો અને એમ્બિએન્ટના કારણે ઓઝોન પ્રદૂષણમાં 139.3 ટકાની વૃદ્ધિ થઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp