શું ગર્ભાવસ્થા દરમિયાન ઉપવાસ કરી શકાય? જો ઉપવાસ કરો તો રાખો આ સાવધાની

PC: getjuicedhp.com

નવરાત્રિના પાવન પર્વમાં લોકો વ્રત કરે છે. પરંતુ, શું આ દરમિયાન ગર્ભવતી મહિલાઓ વ્રત રાખ શકે? જો હાં તો તેમણે કયા પ્રકારની સાવધાનીઓને ધ્યાનમાં રાખવાની જરૂર છે. જાણો દરેક સવાલના જવાબ.

પ્રેગનેન્સીમાં વ્રત

ગર્ભવતી મહિલાઓ ઉપવાસ કરી શકે? ડૉક્ટર્સનું કહેવુ છે કે, વ્રત દરમિયાન મહિલાઓના શરીરમાં જે કંઈપણ સારું-ખરાબ થાય છે, તેનો પ્રભાવ માત્ર માતા પર જ નહીં, પરંતુ તેની થનારી સંતાન પર પણ પડે છે. આથી સાવધાની જરૂરી છે.

ક્યારે કરી શકાય વ્રત?

ડૉક્ટર્સનું કહેવુ છે કે, ગર્ભાવસ્થા દરમિયાન વ્રત રાખવું ઘણી હદ સુધી તમારા શરીર પર નિર્ભર કરે છે. કારણ કે, જ્યારે તમે અંદરથી સારું અનુભવી રહ્યા હો, ત્યારે ઉપવાસ રાખવામાં કોઈ મુશ્કેલી નથી. અંદરથી સારુંનો મતલબ સ્વસ્થ અનુભવવું. બીજી પરિસ્થિતિમાં શરીરમાં લોહીની ઉણપ, કમજોરી, હાઈ બ્લડ પ્રેશર અથવા ગર્ભકાલીન ડાયાબિટીસ થઈ શકે છે. આવામાં વ્રત રાખવાની સલાહ આપવામાં આવતી નથી.

ક્યારે ન કરવું વ્રત

ગર્ભાવસ્થામાં પહેલા અને ત્રીજા મહિનામાં વ્રત ન રાખવાની સલાહ આપવામાં આવે છે. પહેલા ત્રણ મહિનામાં જો લાંબો સમય સુધી ભૂખ્યા રહેવામાં આવે, તો ઉબકા આવવા અને ઉલ્ટીની સમસ્યા થઈ શકે છે. ત્રીજા મહિલામાં આવું કરવાથી ચક્કર આવવાનું જોખમ પણ રહેલું છે.

પ્રેગનેન્સી દરમિયાન વ્રત રાખો તો રાખો આ સાવધાનીઓ

  • વધુ પ્રમાણમાં પાણી પીઓ, જેને કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા ના થાય. નારીયેળ પાણી, દૂધ તેમજ જ્યુસ જેવા પ્રવાહી લો. ફળ, શાકભાજી, જ્યુસથી શરીરમાં જરૂરી પાણીની આવશ્યકતા પૂરી થાય છે અને પોષક તત્વો પણ મળે છે.
  • ઉપવાસમાં કોફી અથવા ચાનું સેવન ન કરો.
  • ઘરે રહો. બહાર નીકળવાથી તમને થાક લાગશે. એનર્જી ઓછી થઈ શકે છે.
  • વ્રત દરમિયાન ગર્ભમાં ભ્રૂણના હલનચલન પર નજર રાખો. એટલે કે બાળકનું મુવમેન્ટ ઓછું ન થવું જોઈએ.
  • જ્યારે પણ વ્રત છોડો ત્યારે પહેલા ઘરમાં બનાવેલ એક ગ્લાસ જ્યુસ અથવા નારીયેળ પાણી પીઓ. ત્યારબાદ હળવો આહાર લો.
  •  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp