આ 7 ટિપ્સ અપનાવી તમે પણ રહી શકો છો ખુશ

PC: indiatimes.com

જીવનનાં દરેક તબક્કે અને દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે સૌથી જરૂરી હોય છે આપણું ખુશ રહેવું. પરંતુ, સંબંધો સાચવવામાં તેમજ જવાબદારી નિભાવવામાં આપણે ઘણીવાર પોતાની જ ઉપેક્ષા કરવા માંડીએ છીએ. પરંતુ, દરેક પરિસ્થિતિનો મજબૂતીથી સામનો કરવા માટે ખુશ રહેવું ખૂબ જ જરૂરી હોય છે. વિપરીત પરિસ્થિતિમાં પણ કઈ રીતે ખુશ રહી શકાય તે અંગે કેટલીક ટિપ્સ આપાવમાં આવી છે.

સ્વયંને ઓળખો

દરેક વ્યક્તિ પોતાનામાં બેજોડ હોય છે. તમે પણ અમૂલ્ય છો. બીજા કોઈ સાથે પોતાની સરખામણી કર્યા વિના પોતાનામાં રહેલા વિશેષ ગુણોને ઓળખવાનો પ્રયત્ન કરો. પોતાનાં વ્યક્તિત્વ પ્રત્યે રુચિ કેળવો. અન્ય કોઈ સાથે સરખામણી કર્યા વિના પોતાને સમજવાનો અને ઓળખવાનો પ્રયત્ન કરો.

પ્રાથમિકતા નક્કી કરો

આપણે એવી વાતોને મહત્ત્વ આપીએ છીએ, જેનાંથી આપણને ખુશી નથી મળતી. એવામાં એ જાણવાનો પ્રયત્ન કરો કે તમારી પ્રાથમિકતાઓ કઈ છે. અન્ય સંબંધો માટે થોડું ફ્લેક્સિબલ હોવું તેમજ કોમ્પ્રોમાઈઝ કરવું એ સારી વાત કહેવાય, પરંતુ સાથે જ તમને કઈ વાતથી ખુશી મળે છે તે જાણવું અને તે કાર્ય કરવું પણ એટલું જ જરૂરી છે.

સફળતાની ઉજવણી કરો

જ્યારે કોઈ અન્ય વ્યક્તિ સફળતા મેળવે તો આપણે તેનાં માટે ખુશ થઈ જઈએ છીએ, પરંતુ પોતાની સફળતાને નજરઅંદાજ કરીએ છીએ. પોતાની દરેક નાની-નાની સફળતાઓનો મનથી સ્વીકાર કરીને તેની ઉજવણી કરતાં રહો. એવું ન વિચારો કે આ સફળતા કઈ રીતે મળી. આ રીતે તમે પોતાને ખુશ રાખી શકશો તેમજ મુશ્કેલીઓનો સામનો પણ સરળતાથી કરી શકશો.

સ્વાસ્થ્યનું ધ્યાન રાખો

જો તમે સ્વસ્થ ન હશો તો ખુશ કઈ રીતે રહી શકશો? જો તમે પોતાને શારીરિક અને માનસિકરીતે નિરોગી રાખશો અને સંતુલિત તેમજ સ્વસ્થ દિનચર્યા નિભાવશો તો તમે અંદરથી ખુશ રહી શકશો. શરીર જો ફિટ હશે તો તમે ખુશ અને સંતુષ્ટ રહી શકશો. આથી, કામની સાથે પૂરતો આરામ પણ કરો.

પોતાની હોબીઝને પણ થોડો સમય આપો

જવાબદારીઓ અને વ્યસ્ત શિડ્યૂલને કારણે આપણે આપણાં શોખને બાજુએ મૂકી દઈએ છીએ, જે યોગ્ય નથી. તમારી હોબીઝની એક યાદી બનાવો અને તેને માટે પણ થોડો સમય કાઢો.

કંઈક નવું કરો

ક્યારેક પોતાની વ્યસ્તિ દિનચર્યામાંથી થોડો સમય કાઢીને જીવનમાં કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરો, આમ કરવાથી જીવનમાં નવીનતા અને તાજગી આવશે. કંઈક એવું કરો, જે તમે પહેલા ક્યારેય ન કર્યું હોય અથવા પોતાનાં રોજબરોજનાં કામોને પણ અલગરીતે કરવાનો પ્રયત્ન કરો. જેમકે, નવી ભાષાઓ શીખો, નવી ગેમ શીખો, નવા-નવા લોકોને મળો, નવા પ્રયોગો કરો.

પોતાની સાથે મિત્રતા કરો

જો પોતાની સાથે આપણો સંબંધ મિત્રતાભર્યો હશે તો આપણે પોતાનાથી ખુશ રહી શકીએ છીએ. જે રીતે આપણે આપણાં મિત્રોની ભૂલોને માફ કરી દઈએ છીએ, એ જ રીતે પોતાની ભૂલોને પણ માફ કરતા શીખો. આમ કરવાથી મુશ્કેલ સમયમાં પણ એકલતા કે અધૂરપ નહીં અનુભવાશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp