વધુ પડતું સનસ્ક્રીન લગાડવાને કારણે એક છોકરીની તૂટી ગઈ 10 પાંસળીઓ

PC: wisegeek.com

સ્કીનને તડકો અને ધૂળથી બચાવવા માટે મોટાભાગના લોકો ચહેરા પર સનસ્ક્રીન લગાવતા હોય છે. સનસ્ક્રીન સૂર્યના હાનિકારક કિરણોથી ત્વચાને બચાવે છે. ખાસ કરીને ગરમીમાં લોકો સનસ્ક્રીન લગાવ્યા વિના ઘરની બહાર નથી નીકળતા. પરંતુ, જરૂરિયાત કરતા વધુ સનસ્ક્રીન લગાવવું પણ ખતરનાક સાબિત થઈ શકે છે. ચીનમાં આવો જ મામલો સામે આવ્યો છે, જ્યાં સનસ્ક્રીન લગાવવાને કારણે યુવતીના હાડકા નરમ થઈ ગયા અને તેની 10 પાંસળીઓ તૂટી ગઈ.

ચીનના ઝેજિયાંગમાં 20 વર્ષની જિયાઓ માઓ સનસ્ક્રીન લગાવવાની આદી હતી. હદ કરતા વધારે સનસ્ક્રીન લગાવવાને કારણે માઓના હાડકાં નરમ થઈ ગયા હતા. એટલું જ નહીં, વધુ પડતું સનસ્ક્રીન લગાડવાને કારણે તેની 10 પાંસળીઓ પણ તૂટી ગઈ હતી. આ વાત તેને ત્યારે ખબર પડી જ્યારે તે પોતાની ખાંસીની સમસ્યાને કારણે ડૉક્ટર પાસે ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, માઓએ ગરમીમાં સ્ટ્રોમાંથી બનેલી મેટ પર સુવાનું શરૂ કર્યું હતું, ત્યારબાદ તેને ખાંસી આવવા માંડી. શરૂઆતમાં ડૉક્ટરોને તે એલર્જિક અસ્થમાની સમસ્યા લાગી, પરંતુ જ્યારે તેને છાતીમાં ડાબી તરફ દુઃખાવો થવા માંડ્યો, તો ડૉક્ટરોએ તેને કેટલાક ટેસ્ટ કરાવવાની સલાહ આપી. ટેસ્ટમાં ડૉક્ટરોને જાણવા મળ્યું કે, માઓની 10 પાંસળીઓ તૂટી ગઈ છે, જેને કારણે તેને દુઃખાવો થઈ રહ્યો છે.

તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, વધુ પડતું સનસ્ક્રીન લગાડવાને કારણે માઓને જરૂરી સૂર્યપ્રકાશ મળતો જ નહોતો, આથી તેના શરીરમાં વિટામીન ડીની ઉણપ થઈ ગઈ હતી અને ધીમે-ધીમે તેના હાડકા નબળાં પડી ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp