26th January selfie contest

કોરોનાથી બચાવવામાં નિષ્ફળ રહ્યું વિટામીન C અને ઝીંક, નવી સ્ટડીમાં થયો ખુલાસો

PC: insights.omnia-health.com

વિટામીન C અને ઝીંકને કોવિડ-19 સામેની લડાઈમાં મદદગાર બતાવનારા દાવાઓની હવે પોલ ખુલવાની શરૂ થઈ ચૂક્યું છે. વિટામીન C અને ઝીંકના અસરની તાપસ કરવા માટે એક રેન્ડમાઈઝ ક્લિનીકલ ટ્રાયલ કરવામાં આવ્યું હતું જેમાં આ બંને સપ્લિમેન્ટ્સ કોવિડ-19 પર બેઅસર રહ્યા છે. એટલે સુધી કે તેનો હાઈ ડોઝ પણ આ બીમારી પર પોતાની કોઈ અસર બતાવી શક્યો ન હતો.

વાયરલ કોલ્ડ અને ફ્લુમાં રાહત મેળવવા માટે પરંપરાગત રૂપથી ઉપયોગમાં લેનારા વિટામીન C અને ઝીંક પર કરવામાં આવેલી આ નવી શોધ જામા નેટવર્ક ઓપનમાં પ્રકાશિત કરવામાં આવી છે.આ સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે ઘરમાં આ સપ્લીમેન્ટ્સનો ઉપયોગ કરનારા લોકોને કોવિડ-19ના મામલામાં કોઈ ફાયદો જોવા મળ્યો નથી.

આ સ્ટડીના પરિણામ એટલા નબળા હતા કે આ ટ્રાયલને તરત બંધ કરી દેવામાં આવ્યા હતા. જોન હોપકિન્સના ડૉ. મિચોસ અને હાઉસ્ટન મેથોડીસ્ટના ડૉ. મિગિલ કેન્જોસે કહ્યું છે કે આ બંને જ સપ્લીમેન્ટ્સ કોરોના વિરુદ્ધની લડાઈમાં પોતાની અસર દેખાડવામાં અસફળ રહ્યા છે. આ ક્લિનીકલ ટ્રાયલમાં 214 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા, જેઓ ઘરેથી રિકવર થઈ રહ્યા છે. તેમાં ચાર અલગ અલગ ગ્રુપ હતા. પહેલા ગ્રુપને વિટામીન સીનો હાઈ ડોઝ આપવામાં આવ્યો જ્યારે બીજા ગ્રુપને ઝીંકનો હાઈ ડોઝ આપ્યો હતો.

ત્રીજા ગ્રુપને બંને સપ્લીમેન્ટ્સના કોમ્બિનેશન આપવામાં આવ્યા હતા. તે સિવાય ચોથા ગ્રુપને સ્ટાન્ડર્ડ કેર પર રાખવામાં આવ્યા હતા-જેવા કે આરામ, હાઈડ્રેશન, તાવ ઉતરવાની દવા વગેરે. ક્લિવલેન્ડ ક્લિનીકના કાર્ડિયોલોજીસ્ટ ડૉ. મિલિંદ દેસાઈ અને તેમની ટીમે જાણ્યું કે ઝીંક ગ્લુકોનેટ અને એસ્કોર્બિક એસિડના હાઈ ડોઝની કોવિડના લક્ષણો પર કોઈ અસર થઈ નથી. તેના વિપરીત કેટલાંક દર્દીઓને તેનો હાઈ ડોઝ લેવાને લીધે તેમનામાં સાઈડ ઈફેક્ટ જોવા મળી હતી.

ડૉ. એરિન મિચોસ અને ડૉ. મિગિલ કેન્જોસે પોતાના તૈયાર કરેલા રિપોર્ટમાં કહ્યું છે કે સામાન્ય કેર ગ્રુપની સરખામણીમાં સપ્લીમેન્ટ લેનારા ગ્રુપમાં મન ડોહળાવવું, ડાયેરિયા અને પેટમાં દર્દ જેવા કેટલાંક ગંભીર સાઈડ ઈફેક્ટ વધારે જોવા મળી હતી. જણાવી દઈએ કે અમેરિકામાં વાયરલ કોલ્ડ અને ફ્લુથી લડવા માટે મોટેભાગે લોકો વિટામીન C અને ઝીંક જેવના સપ્લીમેન્ટનો જ ઉપયોગ કરે છે.

વિટામીન C એક જાણીતું એન્ટી ઓક્સિડન્ટ છે, જે તમારા શરીરની ઈમ્યુનિટી સિસ્ટમને સપોર્ટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કેટલીક સ્ટડીઝમાં કહેવામાં આવ્યું છે કે કોલ્ડની સમસ્યામાં વિટામીન-સી બાળકોને 14 ટકા જ્યારે યુવાનોને 8 ટકા સુધીની રાહત આપે છે. જ્યારે ઝીંક શરીરમાં કોશિકાઓને ઈન્ફેક્શનથી લડવા માટેની તાકાત આપે છે. એક રિપોર્ટ પ્રમાણે, શરીરમાં ઝીંકની કમીથી પ્રો-ઈન્ફ્લેમેટરી સાઈટોકિન્સનો વધવાનો ખતરો રહે છે અને એન્ટીબોડીના પ્રોક્શનમાં પણ કમી આવે છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp