આ જાપાની કલાકારે 2 મિનિટ કસરત કરી ઘટાડ્યું 13 કિલો વજન, જાણો કઈ રીતે

વધારે પડતી મેદસ્વિતા શરીરમાં થાઈરોડ, PCOD અને ડાયબિટીઝ જેવી ભયંકર બીમારીઓ પેદા કરે છે. મેદસ્વિતા માત્ર તમારો લુક જ નહિ પણ હ્યદયને લગતા રોગોનું પણ કારણ બને છે. જો તમે પોતાના વજનથી પરેશાન છો તો આ જાપાની ટેકનિકથી વજન ઘટાડી શકો છો.

વજન ઘટાડવાની એક જાપાની ટેકનિક હાલમાં ઘણી પોપ્યુલર થઈ રહી છે. આ ટેકનિકની મદદથી તમે ઝડપથી પેટ ઓછું કરી શકો છો. જાપાનના એક અભિનેતા માઈક રયોસ્કેએ તે ફોર્મુલો પોતાના પર અજમાવ્યો હતો.

તેનું કહેવું છે કે, જાપાની ટેકનિકથી તેનું વજન 13 કિલો ઓછું થયું. તેણે 4.1 ઈંચ પેટ ઓછું કરવાનો દાવો પણ કર્યો છે. જો તમને જાણ ન હોય તો આ માત્ર 2 મિનિટની કસરતનો કમાલ છે.

અભિનેતાએ જણાવ્યું કે, આ કસરતથી તેમનું વજન તો ઓછું થયું, પણ તેની કમરના દુખાવાની તકલીફ પણ દૂર થઈ છે. તેણે ઘણાં ઓછા સમયમાં આ વજન ઘટાડ્યું છે.

કઈ રીતે કસરત કરશોઃ

જમીન પર તમારો એક પગ આગળની તરફ અને બીજો થોડી પાછળની તરફ રાખો. શરીરના પાછળના ભાગમાં અને પગ પર દબાણ આપો. ત્યાર પછી હવામાં ઉપર હાથ ઉઠાવીને 3 સેકન્ડ સુધી ધીમી ગતિએ શ્વાસ લો. આ પ્રક્રિયા પૂરી થયા પછી 7 સેકન્ડ સુધી CO2 બહાર ફેંકો. શ્વાસ છોડતા સમયે તમારે પોતાનો હાથ ટાઈટ કરીને ઉપરથી નીચેની તરફ લાવવાનો રહેશે.

આવું રોજ 2 થી 10 મિનિટ સુધી કરો. તમારું વજન ઝડપથી ઓછું થઈ જશે. બ્રીદિંગ એક્સરસાઈઝને વજન ઘટાડવા માટે સારી ગણવામાં આવે છે. બોડીનું ફેટ ઓક્સીજન, કાર્બ અને હાઈડ્રોજનથી બને છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છે ત્યારે ઓક્સીજન ફેટ સેલ્સ સુધી પહોંચી પાણી અને કાર્બનમાં ફેરવાઈ જાય છે. શરીરમાં જેટલો વધારે ઓક્સીજન જશે, તેટલું વધારે ફેટ બર્ન થાય છે.

શું ન ખાવું જોઈએઃ

વધારે તળેલું કે જંક ફુડ ન અવોઈડ કરવું જોઈએ. શુગર ડ્રિંક, વ્હાઈટ બ્રેડ, પાસ્તા, આલ્કોહોલ(ખાસ કરીને બિયર) જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહિ.

આ ખાશો તો પેટ ઓછું થશેઃ

પેટની ચરબી ઘટાડવા માટે કેળા, દહીં, ફ્રેશ ફ્રુટ અને શાકભાજી, બદામ-બીજ, ફેટી ફીશ અને લીન મીટ ખાવું જોઈએ. જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp