આખરે દર્દીને એવું શું થયું કે ઓક્સફોર્ડ વેક્સીનની ટ્રાયલ તરત અટકાવી દેવી પડી

PC: livemint.com

આખી દુનિયા જયારે કોરોના વાયરસની રસીની આતુરતા પૂર્વક રાહ જોઇ રહી હતી ત્યારે ઓકસફર્ડનની વેકસીનની અંતિમ ટ્રાયલ રોકી દેવાને કારણે લોકોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.ટ્રાયસ વખતે એક દર્દીને મુશ્કેલી ઉભી થતા ટ્રાયલ રોકવાની ફરજ પડી હતી.ઓકસફર્ડ અને અસ્ટ્રાજેનેકા સાથે મળીને રસી બનાવી રહ્યા હતા.ઓકસફોડની વેકસીનની ટ્રાયલ અટકી જવાને કારણે દુનિયાની બીજી વેકસીન કંપનોએ પણ ટ્રાયલ હાલ પુરતી બંધ કરી દીધી છે. ભારતમાં પણ ટ્રાયલ અટકાવી દેવામાં આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેન (ડબલ્યુએચઓ)એ પણ કહ્યું છે કે વેકસીનની સુરક્ષા બાબતે કોઇ પણ પ્રકારનું સમાધાન નહીં કરવામાં આવશે.

અસ્ટ્રાજેનેકા તરફથી કહેવામાં આવ્યું છે કે વેકસીનની ટ્રાયલમાં સામેલ યુકેની મહિલાની કરોડરજ્જુમાં ગંભીર રીતે સોજો આવી ગયો હતો.આવું ભાગ્યે જ જોવા મળતું હોય છે.એટલે કંપની તરફથી ટ્રાયલને અટકાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો.અસ્ટ્રાજેનેકાના સીઇઓએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દર્દીની હાલતમાં સુધારો આવી રહ્યો છે અને તેમને જલ્દીથી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.

અસ્ટ્રાજેનેકાના પ્રવકતાએ કહ્યું કે આ એક રૂટીન એકશન છે, જે કોઇ પણ પ્રકારની ટ્રાયલમાં અસ્પષ્ટ બીમારીની તપાસ કરતી વખતે થઇ શકે છે.પરંતુ અમે એ વાત સુનિશ્ચિત કરવા માંગતા હતા કે અમારી ટ્રાયલ પુરી ઇમાનદારી થી કરવામાં આવે.

બિન આધારભૂત સૂત્રો પાસેથી માહિતી મળી છે કે આ ઘટનાને કારણે અસ્ટ્રાજેનેકાની તમામ વેકસીન ટ્રાયલ પર અસર પડી છે.અન્ય વેકસીન નિર્માતાઓ દ્રારા થઇ રહેલી ટ્રાયલ પર પણ તેનો પ્રભાવ પડયો છે.ભારતમાં પણ વેકસીનની ટ્રાયલ અટકાવી દેવામાં આવી છે.

ઓકસફર્ડે વેકસીનની ટ્રાયલ ફરી કયારે શરૂ કરવામાં આવશે તે બાબતે સત્તાવાર કોઇ જાહેરાત કરી નથી, પરંતુ એક અંગ્રેજી અખબારના અહેવાલમાં જણાવાયું છે કે એક સપ્તાહમાં ફરી ટ્રાયલ શરૂ થઇ જશે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે કોઇ પણ સંજોગોમાં વેકસીનની સુરક્ષા બાબતે સમાધાન કરવામાં નહીં આવે.ડબલ્યુએચઓના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યું હતું કે,અમે વેકસીન જલદી લાવવાની વાત કરી રહ્યા છે, પરંતુ તેનો મતલબ એ નથી થતો કે સુરક્ષાના સમાધાન કરીને લાવીએ. સુરક્ષા સાથે અમે કોઇ સમાધાન કરશું નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp