સેક્સ, હગિંગ, કિસિંગથી સાવધાન, મંકીપોક્સની આ ગાઇડલાઇન્સ વાંચો

PC: asian-news-channel.tv

દુનિયાભરમાં મંકીપોક્સના કેસ વધી રહ્યાં છે ત્યારે સરકાર અને સ્વાસ્થય એક્સપર્ટ ટેન્શનમાં આવી ગયા છે. દુનિયા હજી પણ કોરોનાની ચપેટમાંથી બહાર નથી આવી શકી ત્યાં આ નવી બીમારી સામે આવી રહી છે. આ તમામની વચ્ચે WHOએ દુનિયાભરની સરકારોને એલર્ટ કરી દીધા છે. તેમ જ તેમણે દરેક વ્યક્તિને સેક્સ્યુઅલ બિહેવિયરથી એલર્ટ રહેવા પણ કહ્યું છે.

શરીર પર રેશિસ, માથાનો દુખાવો, થકાવટ, તાવ જેવા લક્ષણો વાળી આ બીમારીએ હવે સ્વાસ્થય એક્સપર્ટન અને સરાકોની ચિંતામાં વધારો કરી દીધો છે.

લેટેસ્ટ આંકડા પર નજર કરીએ તો અત્યાર સુધીમાં દુનિયાના 78 દેશમાં 18 હજાર લોકોને મંકીપોક્સ થઈ ચૂક્યો છે. એમાંથી 70 ટકા કેસ તો ફક્ત યુરોપના છે અને 25 ટકા અમેરિકાના છે. જોકે આ બીમારીમાં એક સારી વાત એ છે કે અત્યાર સુધીમાં ફક્ત પાંચ જ વ્યક્તિનું મૃત્યુ મંકીપોક્સને કારણે થયું છે. 1800 લોકોએ આ માટે હોસ્પિટલમાં જવાની જરૂર પડી છે.

ભારતમાં પણ મંકીપોક્સે એન્ટ્રી કરી છે. ઇન્ડિયામાં અત્યાર સુધીમાં પાંચ લોકોને મંકીપોક્સ થઈ ચૂક્યો છે. આમાથી ત્રણ કેસ કેરળ અને એક દિલ્હીનો છે. ચિંતાની વાત એ છે કે બુધવારે નોઈડા અને ગાઝિયાબાદમાંથી ત્રણ મંકીપોક્સના લક્ષણવાળા કેસ મળી આવ્યા છે. તેમના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. મંકીપોક્સનો એક શંકાસ્પદ કેસ ઝારખંડમાં પણ મળી આવ્યો છે. જોકે નોઇડાની મહિલાનો સેમ્પલ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

WHO મુજબ આ બીમારી પશુઓમાંથી માણસોમાં આવી છે. આ બીમારીમાં વ્યક્તિમાં ચેચક જેવા લક્ષણ જોવા મળે છે. મંકીપોક્સ ખૂબ જ ઓછા કેસમાં ઘાતક સાબીત થયો છે. જોકે એમાં લાપરવાહી રાખવામાં આવે તો એ ઘાતક સાબીત થઈ શકે છે.

મંકીપોક્સનો સામનો કરવા માટે અને એના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. આ મુજબ મંકીપોક્સના સંપર્કમાં આવેલા વ્યક્તિએ 21 દિવસ માટે આઇસોલેશનમાં રહેવું જરૂરી છે. મંકીપોક્સનું ઇન્ક્યૂબેશન પિરિયડ 21 દિવસનું હોવાથી એટલા દિવસનો ટાઇમ પિરિયડ રાખવામાં આવ્યો છે. આ સાથે જ માસ્ક પહેરવું જરૂરી છે. હાથને વારંવાર ધોતા રહેવું. મંકીપોક્સને કારણે ચામડીને સતત ઢાંકીને રાખવી પણ જરૂરી છે.

મંકીપોક્સન વધી રહેલા ખતરાને જોઈને ભારત સરકાર પણ એલર્ચ થઈ ગઈ છે. તેમણે મંકીપોક્સની તપાસ માટેની કિટ અને વેક્સિન શોધવા માટે ઇન્ટરેસ્ટ દેખાડ્યો છે. તેમણે આ માટે ટેન્ડરની જાહેરાત કરી. જે પણ કંપની મંકીપોક્સની વેક્સીન શોધવા માટે ઇચ્છુક હોય તેઓ આ માટે એપ્લાઇ કરી શકે છે.

મંકીપોક્સના પ્રકોપને જોતા WHO દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે એનાથી બચવા માટેનૌ સૌથી બેસ્ટ ઉપાય છે કે એના એક્સપોઝરથી દૂર રહેવું.

WHOનું માનવુ છે કે મંકીપોક્સથી બચવા માટે બે પૂરુષો વચ્ચે થતો સેક્સ્યુઅલ સંબંધથી ખૂબ જ સાવધાન રહેવું. WHOનું કહેવું છે કે આ લોકોએ તેમના સેક્સ્યુઅલ પાર્ટનર બને એટલા ઓછા રાખવા. આવા વ્યક્તિઓએ નવા સેક્સ્યુઅલ પાર્ટનર શોધવાથી દૂર રહેવું અને હાલમાં જ પણ પાર્ટનર છે તેમની સાથે દરેક ઇન્ફોર્મેશન શેર કરવી જેથી જરૂરિયાતના સમયે તેમનો સંપર્ક કરી શકાય. WHOનું કહેવું છે કે શર્મ અને ભેદભાવની ભાવના આ બીમારીના સંક્રમણને વધુ ફેલાવી શકે છે. બ્રિટનમાં આ બીમારી વધવા પાછળ ગે-ક્લબનો ખૂબ જ મોટો હાથ છે.

WHOનું કહેવું છે કે મંકીપોક્સના 98 ટકા કેસ પૂરુષોમાં એવા લોકોમાં જ છે જેમનો સંબંધ પુરુષો સાથે છે. જોકે કોઈને પણ મંકીપોક્સ થઈ શકે છે. આથી જ WHOએ દુનિયાના દેશોને સચેત કર્યા છે કે તેઓ બાળકો અને ગર્ભવતી મહિલાઓ અને અન્ય કમજોર વ્યક્તિઓ વિશે કાર્યવાહી શરૂ કરી દે.

WHO મુજબ નિકટતા, ભેટવુ, કિસ કરવી, સંક્રમિત ટુવાલ અને બેડનો ઉપયોગ પણ મંકિપોક્સને ફેલાવવાનું કારણ બની શકે છે. આ વાઇરસને ફેલાતા અટકાવવા માટે તમામ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે.

છ મેએ બ્રિટનમાં મંકીપોક્સનો પહેલો કેસ સામે આવ્યો હતો. ત્યાર બાદ દુનિયાભરમાં આ કેસ ખૂબ જ જોરથી વધી રહ્યા છે. લગભગ 70 દેશ પછી મંકીપોક્સ હવે ઇન્ડિયામાં પમ આવી ગયો છે. ભારતમાં 14 જુલાઈએ મંકીપોક્સનો પહેલો કેસ મળી આવ્યો હતો. ત્યાર બાદ તેલંગાનાનો એક વ્યક્તિ આ બીમારીની ચપેટમાં આવ્યો હતો.

મંકીપોક્સે 24 જુલાઈએ નોર્થ ઇન્ડિયામાં એન્ટ્રી કરી હતી. નોર્થ ઇન્ડિયાના દિલ્હીમાં આ કેસ મળી આવ્યો હતો. આ કેસમાં મહત્ત્વની વાત એ છે કે આ વ્યક્તિ વિદેશ પણ નહોતો ગયો. એનો મતલબ એ થયો કે તે આ બીમારીનો શિકાર ઘરેલું સંક્રમણને કારણે થયો છે.

બુધવારે ગાઝિયાબાદમાં બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. એ વ્યક્તિ ગાઝિયાબાદના અર્થલા વિસ્તારનો છે. તે ગાઝિયાબાદ જિલ્લાની હોસ્પિટલમાં તેના ચેકઅપ માટે ગયો હતો. આ વ્યક્તિના સેમ્પલ પૂણે મોકલવામાં  આવ્યા છે. તેને ઘરે જ આઇસોલેશનમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. ગાઝિયાબાદનો બીજો વ્યક્તિ દિલ્હીની એલએનપી હોસ્પિટલમાં એડમીટ છે. તેના સેમ્પલને પણ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. રિઝલ્ટ આવ્યા બાદ ખબર પડશે કે તેમને મંકીપોક્સ છે કે નહીં.

આ કેસ વધતા ગાઝિયાબાદ અને નોઇડા બન્ને એલર્ટ થઈ ગયુ છે. ગાઝિયાબાદમાં છ બેડ અને નોઇડામાં દસ કેસ મંકીપોક્સ માટે ફાળવવામાં આવ્યા છે. યુપીના મુખ્યમંત્રી યોદી આદિત્યનાથે દરેક કોવિડ હોસ્પિટલમાં દસ બેડ મંકીપોક્સ માટે ફાળવવા કહી દીધુ છે. ઝારખંડમાં પણ એક સાત વર્ષની છોકરીમાં મંકિપોક્સના લક્ષણ જોવા મળ્યા છે. આથી ત્યાંની સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp