કોરોનાનો કહેર વધશે તો દર 16 સેકન્ડમાં મૃત બાળક જન્મ લેશેઃ WHOની ચેતવણી

PC: cdn.net

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO), યુનિસેફ અને તેના સહયોગી સંગઠનોએ ચેતવણી આપતા કહ્યું છે કે કોરોનાની મહામારીથી પ્રેગનન્ટ મહિલાઓ અને તેના ગર્ભ માટે ખતરો પહેલા કરતા વધી ગયો છે. WHOએ એક રિપોર્ટમાં કહ્યું છે કે કોરોનાની મહામારી વધશે તો દર 16 સેકન્ડમાં એક મૃત બાળક પેદા થશે અને દર વર્ષે  લાખથી પણ વધુ સ્ટિલ બર્થના કેસ સામે આવશે. રિપોર્ટ પ્રમાણે આમાંથી મોટા ભાગના કેસો વિકાસશીલ દેશોમાં જોવા મળશે.

WHOએ જાહેર કર્યું છે કે દર વર્ષે આશરે 20 લાખ શિશુ મૃત પેદા થાય છે અને આ કેસો મોટાભાગે વિકાસશીલ દેશોના હોય છે. ગર્ભ ધારણ કર્યાના 28 અઠવાડિયા અથવા તેના પછી મૃત શિશુ પેદા થવા અથવા પ્રસવ દરમિયાન શિશુની મોત થવાને સ્ટિલબર્થ કહેવામાં આવે છે. યુનિસેફની કાર્યકારી નિર્દેશક હૈનરિટા ફોરનું કહેવું છે કે પ્રત્યેક 16 સેકન્ડમાં ઘણી માતાઓ સ્ટિલબર્થની પીડા સહન કરશે. સારી દેખરેખ, પ્રસવ પહેલાની સારી દેખભાળ અને સુરક્ષિત પ્રસવ માટે પ્રોફેશનલ ચિકિત્સકની મદદથી આવા કેસોને ઓછા કરી શકાય છે.

રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે કોવિડ-19 મહામારીથી આંકડાઓમાં વધારો નોંધાઈ શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના સંક્રમણને લીધે સ્વાસ્થ્ય સેવાઓ 50 ટકા સુધી ઘટી છે અને તેના પરિણામ સ્વરૂપે આવતા વર્ષે 117 વિકાસશીલ દેશોમાં બે લાખ વધુ સ્ટિલ બર્થ થઈ શકે છે. WHOએ કહ્યું છે કે સ્ટિલબર્થ ના 40 ટકાથી વધુ મામલા પ્રસવ દરમિયાનના છે અને જો મહિલાઓ પ્રોફેશનલ સ્વાસ્થ્યકર્મીઓની મદદથી સુરક્ષિત પ્રસવ કરાવે તો આવા મામલા અટકાવી શકાય છે.

ઉપ સહારા આફ્રિકા અને મધ્ય એશિયામાં સ્ટિલબર્થના અડધા ઉપરના કેસો પ્રસવ દરમિયાનના છે, જ્યારે યુરોપ, ઉત્તર અમેરિકા ,ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં તેનું પ્રમાણ માત્ર 6 ટકાનું છે.WHOના કહેવા પ્રમાણે વિકસીત દેશોમાં જાતીય અલ્પસંખ્યામાં સ્ટિલબર્થના કેસ વધારે હોય છે. ઉદાહરણ તરીકે કેનેડામાં ઈન્યુઈટ સમુદાયની મહિલાઓમાં આખા દેશના મુકાબલે સ્ટિલબર્થના કેસ ત્રણ ગણા વધારે છે. હાલની કોરોનાની મહામારીને લઈને કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહેલા જોવા મળી રહ્યા છે. અમેરિકા બાદ ભારતમાં પણ કોરોનાના સંક્રમણનો ખતરો વધી રહેલો જોવા મળે છે. તેવામાં હાલના સમયમાં પ્રેગનન્ટ મહિલાઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, જેથી તેઓ અને તેમનું બાળક કોરોનાથી બચી શકે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp