શા માટે ઘટી રહ્યા છે પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ? આ છે મુખ્ય કારણો

PC: fertilityfirst.com.au

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના એક રીપોર્ટ અનુસાર છેલ્લા 40 વર્ષમાં પુરુષોના સ્પર્મ કાઉન્ટમાં એકાએક ઘટાડો નોંધાયો છે. માત્ર કાઉન્ટ જ નહીં પણ તેની ક્વોલિટીમાં પણ ઘટાડો થયો છે. અગાઉ દરેક નમુનાઓમાં 60 મિલિયન સ્પર્મ કાઉન્ટ હતા તે હવે માત્ર 20 મિલિયન સુધી સમિતી રહ્યા છે. 

-દેશમાં દર વર્ષે 12-18 મિલિયન યુગલો ઈફંર્ટિલીટીના શિકાર થઈ રહ્યા છે જેમાં 50 ટકા પુરુષો છે. 

-આજે દર છ માંથી એક યુગલ આ બીમારીના શિકાર છે. 

-આ ઉપરાંત દર વર્ષે પુરુષોના સ્પર્મ કાઉન્ટમાં 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આવું જ જો યથાવત રહ્યું તો સમાજમાં ઈફંર્ટિલિટીની એક ગંભીર સમસ્યા ઊભી થશે.  

સ્પર્મ ઘટવા પાછળનુ કારણ? 

-બદલતી લાઈફસ્ટાઈલ અને વર્ક કલ્ચરે ઘણી બધી વસ્તુઓ બદલી નાંખી છે. જે ગતિથી પુરુષોના સ્પર્મ કાઉન્ટ ઘટી રહ્યા છે તેની પાછળ આ બંને મુદ્દાઓ જવાબદાર છે. પરંતુ, બીજા પણ કેટલાક કારણો પર નજર કરીએ. 

-વધતી જતી મેદસ્વીતા 

-અનહેલ્ધી લાઈફસ્ટાઈલ 

-શારીરિક કસરતમાં થતો ઘટાડો 

-વધુ પડતા ટાઈટ કપડાં પહેરવા 

-કામના સ્થળે વધતુ જતુ પ્રેશર 

-સ્મોકિંગ અને આલ્કોહોલ 

-વધારે પડતો સ્ટ્રેસ 

-અસંતુલિત હોર્મોન્સ 

-ઈન્ડોર અને આઉટડોર પ્રદુષણ 

-સતત લેપટોપ પર બેસી રહેવાથી ટેસ્ટિકલનું તાપમાન વધે છે જેની અસર સ્પર્મ પ્રોડક્શન પર થાય છે. 

-દવાઓની આડઅસર 

-વાતાવરણમાં થતો ગરમાવો 

ઓળખો આ લક્ષણોને 

જો તમને આ લક્ષણોમાંથી કોઈ એક લક્ષણ પણ જોવા મળે તો તરત જ તબીબોની મુલાકાત લેવી જોઈએ. જ્યાં નિખાલસતાથી સ્પષ્ટ વાત કરવી જોઈએ. સ્પર્મ કાઉન્ટની સમસ્યા જેટલી ઝડપથી ઉકેલાશે એટલી શરીર પર સારી અસર થશે. 

-ઈનજેક્યુલેશનમાં મુશ્કેલી થવી

-ખૂબ ઓછુ વીર્ય બાહર નીકળવું

-ઉત્તેજના શમી જવી

-સેક્સ કરવાની ઈચ્છા ઘટી જવી

-શ્વાસ લેવામાં વારંવાર મુશ્કેલી પડી

-સુંઘવાની શક્તિ ઘટી જવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp