પુરુષોની તુલનામાં મહિલાઓેને વધુ થાય છે માથાનો દુ:ખાવો, જાણો તેના 6 કારણો

PC: jakartainsight.com

પુરૂષોની તુલનામાં મહિલોને માથાનો દુ:ખાવાનો અનુભવ વધું કરે છે. તેના પાછળનું કારણ તેનું અલગ જીવન હોઇ શકે છે. તે સિવાય કેટલાક હોર્મોનલ કારણને પણ જવાબદાર ગણાવામાં આવે છે, પરંતુ માથાનો દુ:ખાવો શરીર પર પણ ઘણી અસર દેખાડે છે. હકીકતમાં ઘણીવાર માથાનો દુ:ખાવો જ ફક્ત માથાનું દુ:ખનું કારણ નથી હોતું. તેની પાછળ અન્ય કારણ પણ હોઇ શકે છે. જેમ કે, શરીરના અન્ય ભાગમાં પીડા અથવા કોઇ બીમારી. જેના પગલે પણ માથાનો દુ:ખાવો જેવી સમસ્યા થઇ શકે છે.


કયા કારણથી થઇ શકે છે તમને માથાનો દુ:ખાવો

ટેન્શન

હકીકતમાં માથામાં કોઇ ભાગમાં પીડા થઇ રહી છે,જેથી તમારા મનની સ્થિતિની જાણકારી મેળવી શકાય છે. જો તમારા માથાના બે ભાગમાં દર્દ થઇ રહ્યું છે તો ખબર પડી જશે કે આ ટેન્શનનું દર્દ છે. ટેન્શનમાં હંમેશા માથાના બે ભાગમાં પીડા થાય છે.

મગજ

જો તમારા મગજવાળા ભાગમાં દર્દ થાય છે તો સમજી લો કે આ કોઇ સામાન્ય પીડા નથી. આ પીડા માઇગ્રેનનું હોઇ શકે છે. મગજમાં પીડાનો અનુભવ હંમેશા માથાના વચ્ચેના ભાગમાં થાય છે. જો તમને આવો અનુભવ થાય છે તો ફટાફટ ડોક્ટરની સલાહ લો.

પાંચન તંત્ર

ઘણીવાર માથાનો દુ:ખાવોનો સંબંધ માથા સાથે નહી પરંતુ પેટ સાથે પણ હોય છે. જોકે પાચન તંત્ર સરખુ ન હોય તો તેના કારણથી પણ માથામાં પીડા થઇ શકે છે. જો માથાના એક ભાગમાં સતત લાંબા સમયથી પીડા થઇ રહી હોય તો આ ડાયાબિટીસનું લક્ષણ પણ હોઇ શકે છે.

જાણવાની શક્તિ

ઘણીવાર એક ખાસ પ્રકારનો અવાજ કાનમાં સંભળાય છે, જેથી માથામાં પીડાનો અનુભવ થવા લાગે છે. ઘણીવાર કલાકો સુધી ફોન પર વાત કરવાથી આવું થાય છે. ઘણીવાર કોઇ પરફ્યૂમની દુર્ગધના કારણે આવું થાય છે. કુલ મળીને કહેવાનો મતલબ એ છે કે ઘણીવાર અલગ-અલગ સેન્સના કારણથી પણ માથામા પીડા થાય છે.

મોડે સુધી સુતા રહેવું

તમારૂ મગજ જ્યારે કોઇ વસ્તુનો બોજારૂપ આવી જાય છે, ત્યારે પણ તેને દર્દનો અનુભવ થવા લાગે છે. જો તમે કોઇ વિચારથી ઘણાં સમયથી પરેશાન છે તો પણ તમને માથામાં પીડાનો અનુભવ થાય છે.

હોર્મોન

માથાનો દુ:ખાવાનું પાછળનું કારણ હોર્મોન પણ હોઇ શકે છે. હોર્મોનના કારણ હ્રદય ગતિ ખૂબ તેજ થઇ શકે છે,ખૂબ પરસેવો આવવા લાગે છે. આ તમામ બદલાવોના કારણે માથામાં પીડાની સમસ્યા થવા લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp