સ્પર્મથી પણ કિંમતી છે ફિમેલ એગ્સ, જાણો મહિલાઓના એગ્સ અંગે રસપ્રદ વાતો

PC: ingenes.com

મહિલાઓના શરીરમાં બનનારા એગ્સ અંગે સાચી જાણકારી ઘણા ઓછા લોકોને ખબર હશે. અમેરિકાના મેડિકલ રાઈડર રેન્ડી હાટર એપસ્ટીને પોતાના પુસ્તક ગેટ મી આઉટમાં એગ્સ અને પ્રેગનન્સી સાથે જોડાયેલી ઘણી દિલચસ્પ વાતો અંગે જાણકારી આપી છે. તેમાં તેણે એગ્સના રીલિઝ થવાથી લઈને સ્પર્મની સાથે તાલમેલ અને ભ્રુણ બનવામાં તેની ભૂમિકા અંગે જણાવ્યું છે. તો ચાલો જાણી લઈએ મહિલાના એગ્સ અંગેના આ તથ્યો અંગેની માહિતી.

બેબી ગર્લના શરીરમાં નવ અઠવાડિયા પછી જ એગ્સ બનવાના શરૂ થઈ જાય છે. આ એગ જન્મના નવ અઠવાડિયા નહીં પરંતુ ગર્ભધારણના 9 અઠવાડિયા પછી જ બનવા લાગે છે. આ સમય સુધી ભ્રુણ 5 મહિનાનું થઈ જાય છે. બાળકના જન્મ સુધી આ અપરિપક્વ અંડાણુઓમાં મોટાભાગના મરી જાય છે. આ એકદમ સામાન્ય સ્થિતિ છે. સામાન્ય ભાષામાં કહીએ તો તેની મોટાઈ એક વાળને બરાબર હોય છે. શરીરની અન્ય કોઈ પણ કોશિકાઓ આટલી મોટી હોતી નથી.

મહિલાઓ પોતાના જીવનકાળમાં માત્ર 400 થી 500 એગ્સ ઓવ્યુલેટ કરે છે. આ સ્પર્મની તુલનામાં ઘણા ઓછા છે. ખરેખરમાં, પુરુષોના એક વખતમાં ઈજેક્યુલેશનમાં જેટલા સ્પર્મ સેલ્સ નીકળે છે, તેટલા એગ્સ મહિલઓના શરીરમાં બનવામાં આખી લાઈફ લાગી જાય છે. કદાચ આ જ કારણ છે કે એગ્સની કિંમત સ્પર્મ કરતા ઘણી વધારે હોય છે. એગ ડોનર માત્ર એક એગથી લાખો રૂપિયા કમાઈ શકે છે જ્યારે સ્પર્મ ડોનરને દરેક ઈજેક્યુલેશન માટે તેનાથી ઘણા ઓછા પૈસા મળે છે.

શરીરની અન્ય કોશિકાઓના વિપરિત, એગ્સની કોશિકાઓને મોટી થતા વર્ષો નીકળી જાય છે. આ ઘણા વર્ષોથી ઓવરીની અંદર અપરિપક્વ અવસ્થામાં રહે છે અને ઓવ્યુલેશનની પ્રક્રિયા દરમિયાન પરિપક્વ થાય છે. મહિલાઓના શરીરમાં બનનારા એગ્સ ઘણા નાજુક હોય છે. તેમને ફ્રીઝ કરાવવા માટે વિટ્રિફિકેશન નામની એક ટેકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેકનીકમાં એગ્સની બહારની પરતને મજબૂત બનાવવામાં આવે છે. તેના માટે તેને કાચના કન્ટેનરમાં બંધ કરવામાં આવે છે.

એક યુવા મહિલાના શરીરમાં ઘણા બધા હેલ્ધી એગ્સ હોય છે. અસલમાં 21 વર્ષની મહિલાના આશરે 90 ટકા એગ્સ સક્ષમ હોય છે. જ્યારે 41 વર્ષની મહિલાના લગભગ 10 ટકા એગ્સમાં જ ફર્ટિલાઈઝ થવાની ક્ષમતા રહે છે. આ જ કારણ છે કે સાચો પાર્ટનર મળવા સુધી ઘણી મહિલાઓ પોતાના એગ્સ કઢાવીને ફ્રીઝ કરાવી લે છે. લાખો સ્પર્મ એગ્સમાં મિક્સ થવાની કોશિશ કરે છે પરંતુ એગ્સમાં સ્પર્મ પસંદ કરવાની એક વિશેષ ક્ષમતા હોય છે.

તેના હિસાબથી તે એક સ્પર્મ એગમાં જતો રહે તો બીજો સ્પર્મ પછી અંદર જઈ શકતો નથી. એગ્સમાં એક વિશેષ ઓર્ગેનેલ હોય છે, જે પ્રોટીન અને એન્ઝાઈમ કાઢે છે જેથી તે સુનિશ્ચિત થઈ શકે કે બીજા સ્પર્મ એગ્સમાં ન જાય. ઘણા પહેલા એવી ધારણા હતી કે સ્પર્મને કારણે જ પ્રેગનન્સી સંભવ છે પરંતુ હવે સૌને ખબર છે કે તેમાં એગ્સ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એગ્સ થનારા બાળકને અડધા જીન્સ આપે છે, તે સિવાય તેમાં સ્પર્મ-એગ્સને જોડવાની પણ ક્ષમતા હોય છે. એગના ડીએનએ તેના કેન્દ્રમાં લચકતું હોય છે, જે એક તંતુ ના માધ્યમથી ટકેલું હોય છે.

સ્પર્મ ડોનેશન ઘણું સરળ હોય છે જ્યારે એગ ડોનેશનમાં ઘણી જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. એગ્સ ડોનરે સૌથી પહેલા હોર્મોન ઈન્જેક્શન આપવામાં આવે છે, જે અંડાશયને હાઈપરસ્ટિમ્યુલેટ કરે છે જેથી તે એક નહીં પરંતુ ડઝનો એગ્સ બનાવી શકે. જ્યારે એગ્સ રીલિઝ થવાનો સમય આવે છે તો ડોક્ટર્સ બર્થ કેનાલમાં કેથેડર નાખે છે જેથી ફ્લૂઈડ દ્વારા એગ્સને કાઢી શકાય.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp