સૌથી મેદસ્વી બાળકે 110 કિલો વજન ઉતાર્યુ, તેના મહેનતની કહાની વાંચી કહેશો વાહ

PC: ytimg.com

14 વર્ષનો એ છોકરો જે એક સમયે દુનિયામાં સૌથી વધુ જાડો છોકરો હતો તેણે 4 વર્ષોની સખત મહેનત બાદ 110 કિલો વજન ઓછું કરી લીધું. 2016ની શરૂઆતમાં તેનું વજન 198 કિલો હતું, ત્યારબાદ તેણે ચાર વર્ષ સુધી સખત મહેનત કરીને 110 કિલો વજન ઓછું કર્યું. આ દરમિયાન તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો. પરંતુ તેણે હાર ના માની અને ફેટમાંથી ફિટ બની ગયો. પરંતુ આટલું બધુ વજન ઓછું કરવાને લીધે તેના શરીરમાંથી ચરબી તો ગાયબ થઈ ગઈ, પરંતુ તેની ચામડી લચી પડી આથી હવે તેણે તે વધારાની ચામડી દૂર કરવા માટેનું ઓપરેશન કરાવ્યું છે.

ઈન્ડોનેશિયામાં રહેતા આર્યા પરમાનાનું વજન એક સમયે 192 કિલોગ્રામ હતું. જેને કારણે તેને ચાલવા તેમજ ન્હાવા જેવી રુટિન એક્ટિવિટી કરવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ધીમે-ધીમે તેણે બેલેન્સ્ડ ડાયટ, કસરત અને વેઈટ લોસ સર્જરી દ્વારા 110 કિલો જેટલું વજન ઘટાડ્યું. જેને કારણે હવે તે ઘણી એક્ટિવ લાઈફ જીવી રહ્યો છે. પરંતુ આટલું બધુ વજન ઓછું કરવાને કારણે પેટ, છાતી, પીઠ અને હાથની ચામડી લચી પડી છે. ખાસ કરીને ડાબા હાથની ચામડી ઘણી લચી પડી છે, જેના કારણે તે જાહેરમાં શરમનો અનુભવ કરે છે. આથી તે જ્યારે પણ ઘરની બહાર નીકળે ત્યારે લાંબી બાંયના ટીશર્ટ કે શર્ટ પહેરી તેની લચી પડેલી ચામડીને છૂપાવવાનો પ્રયત્ન કરે છે.

એટલું જ નહીં તે જ્યારે કોઈ ગેમ રમી રહ્યો હોય ત્યારે પણ તેની વધારાની ચામડી ઘસાવાથી તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી, વર્ષ 2019માં તેણે આ વધારાની ચામડી દૂર કરવા માટે પહેલું ઓપરેશન કરાવ્યું હતું. જે ઓપરેશન સફળ રહ્યું હતું અને તેની ઘણી બધી વધારાની ચામડી દૂર કરવામાં સફળતા મળી છે. હવે આર્યા પોતાની વધારાની ચામડી દૂર કરાવવા માટે બીજી સર્જરી કરાવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. પરંતુ હાલ કોરોના વાયરસના કારણે તેનું બીજું ઓપરેશન ક્યારે થશે તે હજુ નક્કી નથી. આશા રાખીએ કે, આર્યાએ પોતાની બીજી સર્જરી માટે વધુ રાહ ના જોવી પડે અને તે ફરી એક હેલ્ધી અને એક્ટિવ ટીનેજ લાઈફ જીવી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp