સરવેમાં ભારતીયોની અનિંદ્રાનું સૌથી મોટું કારણ બહાર આવ્યું, જાણો શું છે આ કારણ

PC: hindustantimes.com

ટેક્નોલોજીની પ્રત્યક્ષ અને પરોક્ષ અસરો આપણી દિનચર્યા પર થતી જોવા મળી રહે છે. રોયલ ફિલિપ દ્વારા થયેલા એક સરવેમાં જાણવા મળ્યું છે કે ટેક્નોલોજીએ આપણને એવી રીતે ગૂંચવી દીધા છે કે આપણે સૂવાનું જ ભૂલી ગયા છીએ.

સરવે અનુસાર લગભગ 32 ટકા ભારતીયો આ ટેક્નોલોજીને અનિંદ્રાનું કારણ માને છે. 19 ટકા ભારતીયોનું કહેવું છે કે તેમના કામની શિફ્ટમાં થતા બદલાવને કારણે તેમને સારી ઊંઘ આવતી નથી. જોકે 66 ટકા ભારતીયોને એવું લાગે છે કે સ્વસ્થ રહેવા માટે સૂવાની જગ્યાએ વ્યાયામ કરવો જોઈએ.

16 માર્ચે આવતા વર્લ્ડ સ્લીપ ડે પહેલા આ સરવે અનુસાર લગભગ 45 ટકા ભારતીયો સારી ઊંઘ માટે મેડીટેશનનો સહારો લેતા હતા. 24 ટકા વૃદ્ધોને ઊંઘવા માટે વિશેષ પ્રકારની પથારીની જરૂર પડે છે.

આ સરવેમાં અમેરીકા, બ્રિટન, જર્મની, ચીન અને ભારત સહિત 13 દેશોમાંથી 15,000 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સરવે પ્રમાણે અનિંદ્રા આજે વિશ્વવ્યાપી સમસ્યા બની ગઈ છે. પણ ભારતીયો આ સમસ્યાને અવગણી નાખે છે. જ્યારે દુનિયાભરમાં લગભગ 77 ટકા લોકો સારી ઊંઘ માટે નવા નવા પ્રયોગો કરે છે.

આજે વિશ્વની લગભગ 10 કરોડ વસ્તી અનિંદ્રાની સમસ્યાથી પિડાય છે. આ બીમારીમાં સૂતી વખતે વારંવાર શ્વાસ રોકાઈ જાય છે. લગભગ 80 ટકા લોકો આ બીમારીને ઓળખી શકતા નથી અને 30 ટકા લોકો સારી ઊંઘ માટે પ્રયત્ન નથી કરતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp