એસિડીટીની મુશ્કેલીમાંથી રાહત મેળવવા કરો આ યોગાસનો

PC: metrouk2.com

નિયમિત યોગ કરવાથી ઘણી બધી બિમારીઓથી બચી શકાય છે. એસિડીટી પણ તેમાંની એક છે. એસિડીટી આધુનિક જીવનશૈલીને કારણે થનારી કોમન સમસ્યા છે. આવા-પીવામાં જરા પણ અનિયમિતતા થવાની સાથે જ એસિડીટી થઈ જાય છે. આનાથી બચવા માટે ઘણી ઔષધિઓ અને દવાઓ ખાવામાં આવે તો પણ તે ઘણું પરેશાન કરે છે. તો ચાલો એસિડીટીમાંથી રાહત પામવા રોજ કરીએ આ યોગાસનો.

મત્સ્યાસનઃ આ આસન માંશપેશીઓ માટે ઘણો લાભદાયક છે. આ આસન નિયમિત કરવાથી તમને તમારી મુશ્કેલીમાં ઘણો આરામ મળશે.

નાડી શોધન પ્રાણાયામઃ વાયુ સંબંધિત મુશ્કેલીઓ માટે આ આસન ઘણું લાભદાયક છે. આનાથી માત્ર લોહીનું ભ્રમણ જ સરખું નથી થતું પરંતુ સ્ટ્રેસમાંથી પણ આરામ મળે છે.

કપાલભારતીઃ કપાલભારતી પ્રાણાયામ ઘણા બધા રોગોમાંથી રાહત અપાવવામાં ઘણો મદદરૂપ છે. દરરોજ કપાલભારતી કરવાથી એસિડીટીમાં ઘણો ફરક પડે છે.

ઉષ્ટ્રાસનઃ આ આસન કરવાથી પણ લોહીનું ભ્રમણ આખા શરીરમાં સારું થાય છે. એસિડીટીમાં પણ આ આસન ઘણો આરામ આપે છે. શ્વાસ લેવામાં તકલીફ થતા લોકો માટે ઘણો ફાયદેમંદ છે.

સુર્યાસનઃ આ આસન કરવાથી શરીરમાં ઘણો નિખાર આવે છે. પેટ અને માનસિક તણાવ સંબંધિત સમસ્યાઓનું નિદાન સુર્યાસનથી મેળવી શકાશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp