કાર્ડિયો કર્યા વગર પણ ઉતારી શકાય છે વજન, કરો આ ઘરકામ

PC: betternutrition.com

સામાન્ય રીતે જ્યારે પણ વજન ઉતારવાની વાત આવે ત્યારે કાર્ડિયો કસરત અને ચુસ્ત ડાયટ પ્લાન પર પૂરતું ધ્યાન આપવા ટકોર કરવામાં આવે છે. પણ શરીરને ફીટ અને આકારમાં રાખવા માટે કાર્ડિયો કરતા પણ કેટલાક ઘરના કામ કરવામાં આવે તો ફેટ વધતી નથી. ઉપરાંત વધારાની ચરબી પીગળે છે. કાર્ડિયો કસરતને હાઈ ઈન્ટેનસિટી વર્કઆઉટ માનવામાં આવે છે. જે શરીરમાં ગરમી પેદા કરે છે અને કેલરી બાળે છે. પરંતુ, વજન ઊતારવા માટે કાર્ડિયો જ જરૂરી કસરત નથી. ટ્રેડમિલ, સાયકલિંગ અને સ્ટેપર કરવામાં કંટાળો આવતો હોય તો કેટલાક એવા ઘરકામ કરવાથી પણ વજન ઘટે છે અને શરીર આકારમાં રહે છે.

દાદર ચડવા
કોઈ પણ કસરત કરવા માટે શરીરમાં થોડી સ્ટ્રેન્થ હોવી જરૂરી છે. આ ઉપરાંત દરરોજ દાદર ચડવાથી શરીરને ફાયદો થાય છે. પગની માંસપેશીઓ મજબુત થાય છે. વજન ઘટાડવા માટે પણ પહેલા સ્ટ્રેન્થ હોવી જરૂરી છે. દરરોજ થોડી સ્ટ્રેન્થ કસરત કરવી જોઈએ. જેમાં પગથિયા ચડવાને બેસ્ટ કસરત માનવામાં આવે છે. શરીરમાં વધારાની કેલેરી બળે ત્યારે વજન ઘટે છે. દરરોજ થોડું ચાલવાથી પણ વજન ઘટે છે. પણ વહેલી સવારે સ્પીડમાં વૉકિંગ કરવાથી શરીરને એક ગરમાવો મળે છે. આ ઉપરાંત લાંબા સમય સુધી ઊભા રહેવાથી પણ શરીરની કેલેરી બળે છે.

10,000 સ્ટેપ
બને ત્યાં સુધી એવો પ્રયત્ન કરવો જોઈએ કે, દિવસભરમાં કુલ 10,000 સ્ટેપ ચાલી શકાય. દરરોજ આટલા ડગલા ચાલવાથી શરીરમાંથી વધારાની ચરબી ઓગળે છે. આ માટે ફોનમાં સ્ટેપ કાઉન્ટની એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ એક વૉક કરી શકાય છે. વજન ઘટાડતી વખતે ડાયેટ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. શિયાળો હોય કે ઉનાળો બને ત્યાં સુધી ઓછી કેલેરી મળે એવો ખોરાક લેવો જોઈએ. બને ત્યાં સુધી સ્પાયસી, તળેલું કે શેકેલો ખોરાક ન ખાવો જોઈએ. આ વસ્તું શરીરમાં કાર્બોહાઈડ્રેડ વધારે છે. જે કસરત કરવામાં નડે છે.

કચરા-પોતા કરવા
દિવસમાં એક વખત ઘરમાં કચરા પોતા કરવાથી પણ શરીરની વધારાની ચરબી પીગળે છે. ખાસ કરીને સવારના સમયમાં કચરા-પોતા કરવાથી ઘરનું કામ પણ થાય છે અને શરીરને એક સ્ટ્રેચ પણ મળે છે. આમ કરવાથી પીઠ, પગ, સાથળ અને બાવણાંને પણ એક કસરત મળી રહે છે. જેથી શરીરમાં પ્રોટિનનો યોગ્ય ઉપયોગ થાય છે અને શરીરને બેલેન્સ મળે છે. આ ઉપરાંત વારંવાર અહીં ઊઠક-બેઠક થતી હોવાને કારણે કમર અને પેટને પણ સ્ટ્રેચ મળે છે.

ઘરની સાફ-સફાઈ
ફર્નિચરથી લઈને દીવાલ પરની ફોટો ફ્રેમને કોઈ મશીન વગર સાફ કરવાથી શરીરમાંથી કેલેરી બળે છે. આમ કરવાથી કોણી, બાવડાં, હાથ અને કાંડાને કસરત મળે છે. એમાં પણ વસ્તુઓ ખસેડવા અને ઉંચકવાથી શરીર એક પ્રેશરનો સામનો કરે છે. જેમાં સ્ટ્રેન્થની પરીક્ષા થાય છે. આ ઉપરાંત કોઈ એરોબિક કસરત કરવાથી પણ શરીરને ફાયદો થાય છે. સમયાંતરે 100 મિનિટ સુધી કસરત કરવાથી માંસપેશીઓ મજબુત બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp