ઝાયડસની ZyCoV-D મે મહિનાના અંતમાં...જાણો કેટલા ડોઝ લેવા પડશે?

PC: news18.com

કોરોના સામે ગુજરાત લડી રહ્યું છે ત્યારે ખુદ ડોક્ટરો કરી રહ્યાં છે કે વેક્સિન એક જ એવો ઉપાય છે કે જે કોરોના સામે હાલ રક્ષણ આપી શકે છે. જેની બહુ લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી છે તે ઝાયડસ કેડિલાની વેક્સિનને હજી બજારમાં આવતાં એક થી દોઢ મહિનો થશે પરંતુ રાહતની બાબત એવી છે કે આ વેક્સિન બાળકોને પણ આપી શકાશે.

અત્યારે કોવેક્સિન અને કોવિશિલ્ડ એમ બે વેક્સિન આપવામાં આવી રહી છે અને તે 45 વર્ષથી ઉપરના લોકોને મળે છે. હવે રશિયાની સ્પુટનિક-વીને પણ ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતની ખ્યાતનામ ફાર્મા કંપની ઝાયડસની ઝાયકોવ-ડી મે મહિનાના બીજા ભાગમાં કે જૂન મહિનામાં આવી રહી છે. આ વેક્સિન બાળકો પણ લઇ શકશે.

કોવિડ સામે લડવા માટેની આ વેક્સિન થર્ડ જનરેશન ડીએનએ આધારિત છે અને ઝાયડસ તેના 15 કરોડ જેટલા ડોઝ તૈયાર કરી શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. આ વેક્સિન લોંચ થયા પછી તેનું ઉત્પાદન બમણું કરવાની કંપનીની તૈયારી છે.

હાલ દેશમાં બાળકો માટે કોરોનાની કોઇ વેક્સિન ઉપલબ્ધ નથી ત્યારે ઝાયડસ કેડિલાએ આ વયજૂથ માટે પણ ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યા છે. યુએસમાં જ્હોનસન એન્ડ જ્હોનસન દ્વારા આ વયજૂથના બાળકો માટે વેક્સિના ટ્રાયલ શરૂ થયાં છે પરંતુ તેના પરિણામની હજી રાહ જોવાઇ રહી છે.

SARS Cov2 વાયરસ સામે રક્ષણ આપતી વેક્સિનનું કેડિલા હેલ્ખકેર ત્રીજા ફેઝનું ક્લિનિકલ ટ્રાયલ કરી રહ્યું છે જેમાં બાળકો અને પુખ્તવયના લોકો સાથે કુલ 28000 વોલિયન્ટરોએ ભાગ લીધો છે. દેશભરના 40 કેન્દ્રોમાં આ ટ્રાયલ ચાલુ છે. સુરક્ષા અને ક્ષમતાની દ્રષ્ટીએ ઝાયડસને પહેલા બે ફેઝમાં આશાસ્પદ પરિણામ મળ્યાં છે. બીજા ફેઝના ટ્રાયલમાં 12 થી 18 વર્ષના વોલિયેન્ટરોનો સમાવેશ કર્યો હતો.

વાયરસમાં મ્યૂટેશન થઇ રહ્યું છે ત્યારે આ વેક્સિનના ત્રણ ડોઝ કંપનીને સ્પર્ધામાં આગળ રાખશે તેમ કહી શકાય છે. પ્લાઝમિડ ડીએનએ હોસ્ટ સેલમાં દાખલ કરવામાં આવે છે ત્યારે વાયરસ પ્રોટીનમાં તેનું રૂપાંતર થાય છે જે રોગ પ્રતિકારક પ્રભાવ પેદા કરે છે અને શરીરના રોગો તેમજ વાયરસ સામે લડવાની શક્તિ આપે છે.

અગાઉ કંપનીના બે અધિકારીએ કહ્યું હતું કે ત્રીજા તબક્કાની ટ્રાયલના પરિણામ મે મહિનામાં આવી જશે ત્યારબાદ ડ્રગ્સ કન્ટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાનો સંપર્ક કરીને વેક્સિન લોંચ કરવાની મંજૂરી મેળવવામાં આવશે. કોવિડની સારવાર માટે ઝાયડસ કેડિલાએ દવાઓનો મજબૂત પોર્ટફોલિયો બનાવ્યો છે. આ કંપનીએ રેમડેસિવિરનું સૌથી સસ્તુ જેનેરિક વર્ઝન લોંચ કર્યું છે. કહેવાય છે કે ઝાયડસની નવી વેક્સિન દુખાવા વિના આપી શકાશે અને તેને ફ્રીઝમાં બે થી આઠ ડીગ્રી તાપમાનમાં સાચવી શકાશે. આ વેક્સિનના ત્રણ ડોઝ 56 દિવસમાં આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp