આઝાદીના તે નારા, જે આજે પણ જુસ્સો જગાવે છે...

PC: kisspng.com

આઝાદીનો અસલી મતલબ એ જ સમજી શકે છે, જેણે ક્યારેય ગુલામી જોઈ હોય. આપણે સૌભાગ્યશાળી છીએ કે આપણે આઝાદ ભારતમાં જન્મ લીધો છે. પરંતુ આપણે ક્યારેય દેશના તે વીર સપૂતોને નહીં ભૂલીએ જેના અથાક પ્રયાસોથી આપણને આઝાદી મળી છે. તો આવો જાણીએ તે મહાન ક્રાંતિકારીઓએ આપેલા એ નારાઓ વિશે જેને સાંભળીને આજે પણ દરેક ભારતીયમાં જુસ્સો ભરી આવે છે.

સ્લોગન 1:

સ્વરાજ મારો જન્મ સિદ્ધ અધિકાર છે, અને હું તેને મેળવીને રહીશ - બાળ ગંગાધર તિળક

તિળક દ્વારા પ્રચલિત કરાયેલો આ નારો તેમના સાથી જોશેફ દ્વારા 1898ની આસપાસ કહેવાયો હતો. આ ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો સૌથી પ્રસિદ્ધ નારામાંથી એક છે અને તેને સાંભળીને કરોડો ભારતીય પ્રેરિત થયા અને સ્વતંત્રતાની ચળવળનો ભાગ લીધો.

સ્લોગન 2:

જય જવાન જય કિસાન - લાલ બહાદુર શાસ્ત્રી

ભારતના બીજા પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીએ વર્ષ 1965મા રામલીલા મેદાન, દિલ્હીમાં એક જનસભાને સંબોધિત કરતા દેશને આ ઓજસપૂર્ણ નારો આપ્યો હતો.

સ્લોગન 3:

તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા - સુભાષ ચંદ્ર બોઝ

4 જુલાઈ 1944ના બર્મામાં ભારતીયો સમક્ષ અપાયેલા એક ભાષણમાં નેતાજીએ ભારતીયોને અપીલ કરી કે, 'Give me blood and I shall give you freedom' અને તેમના આ ઉદ્દઘોષે કરોડો ભારતીયોમાં દેશ પ્રત્યે બલિદાન આપવાનું જોશ ભરી દીધું..

સ્લોગન 4:

કરો યા મરો - મહાત્મા ગાંધી

'ભારત છોડો આંદોલન' દરમિયાન ગાંધીજીએ 8 ઓગસ્ટ 1942ના મુંબઈમાં એક સભામાં 'કરો યા મરો', 'Do or Die'નો નારો આપ્યો હતો. તેનો અર્થ હતો કે આપણે ભારતને સ્વતંત્ર કરીએ અથવા તો તેના પ્રયાસમાં જીવ આપી દઈએ.

સ્લોગન 5:

અંગ્રેજો ભારત છોડો - મહાત્મા ગાંધી

દ્વિતીય વિશ્વ યુદ્ધમાં ઇંગ્લેન્ડને કેટલાય મોરચે પરાજયનો સામનો કરવો પડ્યો હતો અને જાપાન મજબૂતીથી આગળ વધી રહ્યું હતું. ગાંધીજીનું માનવું હતું કે જો અંગ્રેજોએ ભારત ન છોડ્યું તો જાપાન ભારત પર આક્રમણ કરી શકે છે માટે ઓગસ્ટ 1942મા તેમણે 'ભારત છોડો' આંદોલન શરૂ કર્યું અને 'અંગ્રેજો ભારત છોડો'નો નારો આપ્યો.

સ્લોગન 6:

ઈંકલાબ ઝીંદાબાદ - ભગતસિંહ

આ નારો મુસ્લિમ લીડર હસરત મોહાજી દ્વારા બનાવાયો હતો. જેને ભગત સિંહે લોકપ્રિય બનાવ્યો. ભગત સિંહે આ નારો આપતા 8 એપ્રિલ 1929ના પોતાના સાથી બટુકેશ્વર દત્ત સાથે એસેંબલીમાં બોંબ ફેંક્યો હતો.

સ્લોગન 7:

અબ ભી જિસકા ખૂન ના ખૌલા, ખૂન નહીં વો પાની હૈ. જો ન આયે દેશ કે કામ વો બેકાર જવાની હૈ. - ચંદ્રશેખર આઝાદ

યુવાઓને સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવા માટે આહ્વાન કરતો આ નારો પણ અમર શહીદ ચંદ્રશેખર આઝાદે આપ્યો હતો.

સ્લોગન 8:

સરફરોશી કી તમન્ના, અબ હમારે દિલ મે હૈ, દેખના હૈ જોર કિતના બાઝુ-એ-કાતિલ મેં હૈ. - રામપ્રસાદ બિસ્મિલ

આ કવિતા સર્વપ્રથમ ઉર્દૂમાં બિસ્મિલ અઝિમાબાદીએ 1921મા લખી હતી. મહાન ફ્રીડમ ફાઈટર રામપ્રસાદ બિસ્મિલે તેને સ્વતંત્રતા સંગ્રામના નારાના રૂપમાં પ્રસિદ્ધ બનાવ્યો.

સ્લોગન 9:

સાઈમન ગો બેક - લાલા લજપત રાય

સર જોહ્ન સાઈમનની અધ્યક્ષતામાં બ્રિટનથી 7 લોકોનું એક કમિશન ભારત મોકલાયું, જેના નામ તેના અધ્યક્ષના નામ 'સાઈમન કમીશન' પર રખાયું હતું. તેનું કામ ભારતીય બંધારણનું અધ્યયન કરવાનું હતું અને તેમાં સુધાર લાવવાનું હતું. પરંતું તેમાં એકપણ ભારતીય ન હોવાથી ભારતમાં તેનો વિરોધ થયો, અને આ દરમિયાન લાલા લજપત રાયે 'સાયમન ગો બેક'નો નારો આપ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp