એશિયા કપ જીતનારી મહિલા હોકી ટીમની ખેલાડીઓને મળશે ₹1 લાખનું ઈનામ

PC: facebook.com/TheHockeyIndia

રવિવારના રોજ ચીનને હરાવીને એશિયા કપ ખિતાબ પોતાને નામે કરનારી મહિલા હોકી ટીમના સમગ્ર ભારતમાં વખાણ થઈ રહ્યા છે, સાથે જ તેમના પર ઈનામોનો વરસાદ થવાનો પણ ચાલુ થઈ ગયો છે. એશિયા કપ જીતનાર મહિલા હોકી ટીમની દરેક ખેલાડી અને મુખ્ય કોચને હોકી ઈન્ડિયા 1 લાખ રૂપિયાનું ઈનામ આપશે. આ ઉપરાંત સહયોગી સ્ટાફને 50 હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારતે ચીનને 5-4થી હરાવીને 13 વર્ષ બાદ ખિતાબ જીત્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.