#AsiaCupHockey: ચીનને 5-4થી હરાવી મહિલા ટીમનો રોમાંચક વિજય

PC: http://indianexpress.com

રવિવારના રોજ જાપાનમાં રમાયેલી વુમન્સ એશિયા કપ હોકી 2017ની ફાઈનલ મેચમાં ભારતીય મહિલા ટીમે ચીનને 5-4થી હરાવીને એશિયા કપ પર કબજો કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતે શુક્રવારે મહિલા હોકી એશિયા કપની સેમિફાઈનલ મેચમાં જીત મેળવીને ચોથી વાર મહિલા હોકી એશિયા કપની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારતીય મહિલા ટીમે યજમાન જાપાનને હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. સેમિફાઈનલમાં ભારતે પાંચ વાર ફાઈનલમાં રમી ચૂકેલી જાપાનની ટીમને 4-2થી હરાવી દીધી હતી. ભારત તરફથી મેચમાં ગુરજીત કૌરે 2 ગોલ, જ્યારે નવજોત અને લાલરેમસિયામીએ 1-1 ગોલ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.