#HockeyAsiaCup: ભારતે પાકિસ્તાનને 3-1થી હરાવ્યું

PC: twitter.com/TheHockeyIndia

ભારતીય હોકી ટીમે બાંગ્લાદેશમાં ચાલી રહેલા હોકી એશિયા કપમાં પોતાની ત્રીજી મેચમાં પાકિસ્તાની હોકી ટીમને 3-1થી કરારી હાર આપી હતી. આ જીત સાથે જ ભારત ગ્રુપ Aના પોઇન્ટ ટેબલમાં પોતાનું ટોપનું સ્થાન જાળવી રાખ્યું છે. ભારત તરફથી 17મી મિનિટે પહેલો ગોલ ચિંગલેન કંગુજામે કર્યો હતો. બીજો ગોલ રમણદીપ સિંહે અને ત્રીજો ગોલ  હરમનપ્રીત સિંહે કર્યો હતો. ભારતે ગઈકાલે બાંગ્લાદેશને 7-0થી હરાવ્યું હતું. ટુર્નામેન્ટની પહેલી મેચમાં ભારતીય ટીમે જાપાનને 5-1થી હરાવીને વિજયી આગાઝ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.