હોકી એશિયા કપમાં ભારતીય મહિલા ટીમે ચીનને 4-1થી આપી માત

PC: twitter.com/TheHockeyIndia

જાપાનમાં ચાલી રહેલા મહિલા હોકી એશિયા કપમાં ભારતીય મહિલા હોકી ટીમે સોમવારે પોતાની બીજી મેચમાં ધમાકેદાર જીત મેળવી હતી. મહિલા ટીમે ચીનને 4-1થી માત આપીને સતત બીજી જીત નોંધાવી હતી. આ મેચમાં ગુરજીત કૌર, નવજોત કૌર, નેહા ગોયલ અને કેટ્ન રાની રામપાલે 1-1 ગોલ ફટકાર્યો હતો. ચીન તરફથી કુસિયા ચૂઈએ 38મી મિનિટે એકમાત્ર ગોલ ફટકાર્યો હતો. ભારતીય મહિલા ટીમ મંગળવારે પોતાની ત્રીજા મુકાબલામાં મલેશિયા સામે ટકરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.