એશિયા કપની પહેલી મેચમાં જ ભારતે જાપાનને 5-1થી હરાવ્યું

PC: twitter.com/TheHockeyIndia

બુધવારથી શરૂ થયેલા હોકી એશિયા કપમાં ભારતીય હોકી ટીમે ખૂબ જ સરસ શરૂઆત કરી હતી. ભારતે પોતાની પહેલી જ મેચમાં જાપાનને 5-1થી હરાવીને વિજયી આગાઝ કર્યો હતો. હાફ ટાઇમ સુધી ભારતે 2-1થી સરસાઈ મેળવી લીધી હતી અને બીજા હાફમાં આ સ્કોર 5-1 પર પહોંચી ગયો હતો. ભારત તરફથી હરમનપ્રીત સિંહે 2 અને સુનિલ, લલીત અને રમણદીપ સિંહે 1-1 ગોલ ફટકાર્યા હતા. 2 ગોલ ફટકારનાર હરમનપ્રીત સિંહને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.