મલેશિયાને 2-1થી હરાવી ભારતીય ટીમનો હોકી એશિયા કપ પર કબજો

PC: twitter.com/TheHockeyIndia

બાંગ્લાદેશના ઢાકામાં રમાયેલી હોકી એશિયા કપની ફાઇનલમાં ભારતીય હોકી ટીમે પોતાનું ધમાકેદાર પ્રદર્શન જાળવી રાખીને મલેશિયાની ટીમને રગદોળી નાખી હતી અને હોકી એશિયા કપ પર કબજો જમાવી લીધો હતો. ભારતીય ટીમના રમણદીપ સિંહે 3જી મિનિટે પહેલો ગોલ કર્યો હતો, ત્યાર બાદ 29મી મિનિટે લલિત ઉપાધ્યાયે બીજો ગોલ ફટકાર્યો હતો અને ભારતના ગોલના જવાબમાં મલેશિયન ટીમ 50મી મિનિટે એક જ ગોલ ફટકારી શકી હતી. શનિવારે ભારતે પાકિસ્તાનને હરાવીને હોકી એશિયા કપની ફાઇનલમાં એન્ટ્રી મેળવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.