જાપાનને હરાવી મહિલા હોકી ટીમ ચોથીવાર એશિયા કપની ફાઈનલમાં

PC: oneindia.com

ભારતે શુક્રવારે મહિલા હોકી એશિયા કપની સેમિફાઈનલ મેચમાં જીત મેળવીને ચોથી વાર મહિલા હોકી એશિયા કપની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. ભારતીય મહિલા ટીમે યજમાન જાપાનને હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. સેમિફાઈનલમાં ભારતે પાંચ વાર ફાઈનલમાં રમી ચૂકેલી જાપાનની ટીમને 4-2થી હરાવી દીધી હતી. ભારત તરફથી મેચમાં ગુરજીત કૌરે 2 ગોલ, જ્યારે નવજોત અને લાલરેમસિયામીએ 1-1 ગોલ કર્યો હતો. ફાઈનલ મેચ ભારત-ચીન વચ્ચે થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.