મારિન શોર્ડ બન્યા ભારતીય પુરુષ હોકી ટીમના નવા કોચ

PC: http://heldenonline.nl

ભારતીય સ્પોર્ટ્સ ઓથોરિટી અને હોકી ઈન્ડિયાની સંયુક્ત સમિતિની બેઠકમાં 7 સપ્ટેમ્બર, 2017ના રોજ હૉકી સ્પોર્ટ્સ ઓથોરિટીમાં થઈ હતી. આ બેઠકમાં દ્રોણાચાર્ય પુરસ્કાર વિજાતે હોકી કોચ હરેન્દ્ર સિંહને ભારતીય મહિલા હૉકી ટીમ માટે કોચ નિયુક્ત કરાયા છે. આ નિર્ણય ભારતીય સ્પોર્ટ્સ ઓથોરીટી અને હૉકી ઈન્ડિયા દ્વારા સંયુક્તરૂપથી હરેન્દ્રસિંહના કોચ તરીકેના પ્રદર્શનને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો છે.

તેમના કોચીંગ હેઠળ 2016માં લખનૌમાં જૂનિયર પુરુષ હોકી ટીમે વિશ્વ કપ જીત્યો હતો. તેઓ 2008થી 2009 સુધી પુરુષ હૉકી ટીમના મુખ્ય કોચ તથા 2009થી 2010 સુધી રાષ્ટ્રીય કોચ પણ રહ્યા હતા. તેઓ પ્રમાણિત લેવલ-3 કોચ છે. હરેન્દ્ર સિંહ વહેલી તકે પોતાની નવી જવાબદારી સંભાળી લેશે.

આ બેઠકમાં એ પણ નિર્ણય લેવાયો કે ભારતીય મહિલા હૉકી ટીમના વર્તમાન મુખ્ય કોચ મારિન શોર્ડ પોતાની વર્તમાન યૂરોપ યાત્રા પરથી પાછા આવ્યા બાદ ભારતીય પુરુષ હૉકી ટીમના મુખ્ય કોચના રૂપમાં પદભાર સંભાળશે. મૈરિજને ભારતીય પુરુષ હૉકી ટીમના મુખ્ય કોચના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp