સરકારે GSTમાં કઈ રાહત આપી? જાણો અહીં...

PC: gstindiaexpert.com

સરકારે GSTમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે. જ્વેલર્સ દ્વારા દેશભરમાં સરકાર સામે થયેલા વિરોધ પ્રદર્શનનાં પગલે મોડે મોડે પણ સરકારે જ્વેલર્સને રાહત આપી PMLAમાંથી મૂક્તિ આપી છે. સાથે સાથે હવે 50.000 રૂપિયા કરતા વધુની ખરીદી પર પાનકાર્ડ બતાવવો જરૂરી બનશે નહી. જાણકારોનું માનવું છે કે સરકારનાં આ નિર્ણયથી તનિષ્ક, TBZ અને પીસી જ્વેલર્સને રાહત મળશે.

જ્ઞાતવ્ય છે કે આ પહેલા 50,000 રૂપિયાની ખરીદી પર પાનકાર્ડ રજૂ કરવાનું જરૂરી હતું પરંતુ GST કાઉન્સીલનાં નિર્ણય બાદ આમાં ફેરફાર થતા હવેથી 2 લાખ રૂપિયા કરતાં વધારાની ખરીદી પર પાન કાર્ડ બતાવવું જરૂરી બન્યું છે.

કમ્પોઝીશન સ્કીમની મર્યાદા 75 લાખથી વધારીને એક કરોડ કરવામાં આવી છે. જોકે, સરકારે રિવર્સ ચાર્જ મેકેનિઝમ પર નિર્ણય લેવાનું ટાળી દીધું છે. 

નાણામંત્રી અરૂણ જેટલીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે GST કાઉન્સીલે 27 આઈટમમાં ફેરફાર કર્યા છે. એક્સપોર્ટર્સની મુશ્કેલીઓ દુર કરવા માટે ટૂંક સમયમાં રિફંડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 10 ઓક્ટોબરથી જુલાઈ અને 18 ઓક્ટોબરથી ઓગષ્ટ મહિના સુધીનું રિફંડ મળવાનું શરૂ થઈ જશે. આ ઉપરાંત 2018થી એક્સપોર્ટર્સ માટે ઈ-વોલેટ શરૂ કરી દેવામાં આવશે.

ચારેબાજુથી વધી રહેલા દબાણનાં કારણે નાના વેપારીઓને રાહત આપવામાં આવી છે. ઘોડા નાસી છૂટયા પછી સરકાર તબેલાને તાળું મારી રહી છે. GST કાઉન્સીલે કમ્પોઝીશન સ્કીમમાં સુધારો કરી 75 લાખ રૂપિયાની મર્યાદા દુર કરી એક કરોડ રૂપિયા કરી છે.

સ્કીમ અંતર્ગત ટ્રેડર્સ એક ટકા, મેન્યુફેકચરર્સ 2 ટકા અને રેસ્ટોરન્ટવાળાને પાંચ ટકા ટેક્સ ભરવો પડશે. આ ઉપરાંત 1.5 કરોડ રૂપિયા સુધીનાં ટર્ન ઓવર કરતાં વેપારીઓને ત્રણ મહિનાની અંદર રિટર્ન ફાઈલ કરવાની છૂટ આપવામાં આવી છે. ઈ-વે બીલને એપ્રિલ 2018થી લાગૂ કરવાનો ટારગેટ રાખવામાં આવ્યો છે.

નાના વેપારીઓએ હવેથી મહિનનાં બદલે ત્રણ મહિનાનું રિટર્ન ફાઈલ કરવાનું રહેશે. રિવર્સ ચાર્જ મેકેનિઝમને GST કાઉન્સીલે 31 માર્ચ 2018 સુધી લંબાવી દીધું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp