કેટ વિન્સલેટ અને જેમ્સ કેમરોન 'અવતાર'ની સિક્વલમાં સાથે જોવા મળશે

PC: cbc.ca

ટાઈટેનિકની જબરદસ્ત સફળતાના બે દાયકા બાદ એક્ટ્રેસ કેટ વિન્સલેટ અને ડિરેક્ટર જેમ્સ કેમરોન ફરીથી એકસાથે કામ કરવાના છે. કેટ અને કેમેરોન અવતારની સિક્વલમાં સાથે આવશે.

આ સમાચાર અંગે પ્રતિક્રિયા આપતા જેમ્સ કેમેરોને જણાવ્યું હતું કે ટાઈટેનિક જે મારી કરિયરની સૌથી મહત્ત્વની ફિલ્મ હતી તેમાં એકસાથે કામ કર્યા બાદ વીસ વર્ષે કેટ સાથે ફરીથી કામ કરવા માટે હું ખૂબ આતુર છું.

ડિસેમ્બર 18, 2020 સુધીમાં અવતારની કુલ ચાર સિક્વલમાંથી બીજી સિક્વલ આવશે. ત્યારબાદ 17 ડિસેમ્બર, 2021માં ત્રીજી અને 20 ડિસેમ્બર 2024માં ચોથી સિક્વલ થિયેટરોમાં રિલીઝ. અવતાર 5 19 ડિસેમ્બર 2025ના દિવસે રિલીઝ થશે. આ સિક્વલ અંગેની જાહેરાત કેમેરોને ગયા વર્ષે કરી હતી અને આ ફિલ્મને ફોક્સ સ્ટુડિયોઝ પ્રોડ્યુસ કરશે. જેમ્સ કેમેરોન અને જોન લેન્ડો પણ ફિલ્મના સહ નિર્માતાઓ છે. ફિલ્મની સ્ક્રીપ્ટ કેમેરોને જોશ ફાઈડમેન, રિક જાફ્ફા, એમેન્ડા સિલ્વર અને શેન સાલેરનો સાથે મળીને લખી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp