મેરીલ સ્ટ્રીપ 'ધ પોસ્ટ' માટે 29મી વખત ગોલ્ડન ગ્લોબ માટે નોમીનેટ થઈ

PC: trbimg.com

મેરીલ સ્ટ્રીપે તેની હોલિવુડ અવોર્ડ સીઝનની શરૂઆત 31માં ગોલ્ડન ગ્લોબ નોમિનેશનથી કરી છે, જે 75 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત રેકોર્ડ બન્યો છે. સ્ટ્રીપને બેસ્ટ એક્ટ્રેસની કેટેગરીમાં તેની ફિલ્મ 'ધ પોસ્'ટ માટે નોમિનેટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં તેણે વોશિંગ્ટન પોસ્ટની પબ્લિશર કેય ગ્રેહામનું પાત્ર ભજવ્યું હતું.

નોમિનેશન્સ સોમવારે જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં બીજા નોમિનેશન્સમાં સેલી હોકિન્સ(ધ શેપ ોફ વોચર), જેસિકા ચેસ્ટેઈન(મોલીઝ ગેમ), ફ્રાન્સીસ મેરડોર્મન્ડ(થ્રી બિલીબોર્ડ્સ આઉટસાઈડ, મિસૌરી) અને મિશેલ વિલીયમ્સ છે.
પોતે નોમિનેટ થવા બદલ તેણે કહ્યું હતું કે, 'હું મૂવિ, સ્ટીવ અને ટોમને લઈને ઘણી ઉત્સાહિત છું. થેન્ક્સ HFPA.' તેના અત્યાર સુધીના 29 નોમિનેશન્સ બાદ, સ્ટ્રીપને હોલિવુડ ફોરેન પ્રેસ એસોસિએશન દ્વારા' ધ કેસિલ બી ડેમિલે લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ' વર્ષની શરૂઆતમાં આપવામાં આવ્યો હતો. સ્ટ્રીપનો સૌ પ્રથમ ગોલ્ડન ગ્લોબ નોમિનેશન 1978માં આવેલી તેની ફિલ્મ 'ધ ડીયર હન્ટર' માટે બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસ માટેનું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.