બીબરે ભૂલથી કારથી મારી ફોટોગ્રાફરને ટક્કર

કેનેડિયન સિંગર જસ્ટિન બીબરે લોસ એન્જેલસમાં પોતાની કારથી એક 57 વર્ષીય ફોટોગ્રાફરને ભૂલથી ટક્કર મારી દીધી હતી, જેમાં ફોટોગ્રાફર ઈજાગ્રસ્ત થયો હતો. ઘટના બાદ જસ્ટિને પોતાની કારમાંથી ઉતરી ફોટોગ્રાફરને ઉઠાવ્યો હતો. પરંતુ ત્યાં હાજર કોઈ મીડિયાકર્મીએ ફોટોગ્રાફરની મદદ નહોતી કરી. તેણે મીડિયાને જણાવ્યું હતું કે, રસ્તામાં કેટલાય ફોટોગ્રાફર્સ ઊભા હોવાને કારણે તે આ વ્યક્તિને જોઈ જ નહોતો શક્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.