પ્રિયંકાની માતાએ કહ્યું મને આવા સંતાનની માતા હોવાનો ગર્વ છે, જાણો કેમ

PC: instagram.com/priyankachopra/

બોલિવુડ જ નહીં પરંતુ હોલિવુડમાં પણ પોતાની જાણીતી બની ગયેલી પ્રિયંકા ચોપરા તેની એક્ટિંગ સિવાય તેના સામાજિક કાર્યોને લીધે પણ લોકોમાં જાણીતી છે. પ્રિયંકા તેને સમય મળે ત્યારે સામાજિક કાર્યો સાથે જોડાયેલી છે. વળી તેને યુનિસેફની સદ્દભાવના દૂત તરીકે પણ પસંદ કરવામાં આવી છે. જેમાં વિસ્થાપિતો અને શરણાર્થીઓના અધિકારોની લડાઈ લડવાનું બીડું ઉઠાવનાર પ્રિયંકાને સામાજિક કાર્યો યોગદાન આપવા બદલ 'મધર ટેરેસ મેમોરિયલ અવોર્ડ' આપવામાં આવ્યો છે.

પ્રિયંકાને આ અવોર્ડ માટે હાર્મની ફાઉન્ડેશન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. પ્રિયંકાને બદલે આ અવોર્ડ મધુ ચોપરાએ સ્વીકાર્યો હતો. મધુ ચોપરાએ પ્રિયંકાને આપવામાં આવેલા અવોર્ડ અંગે કહ્યું હતું કે, 'હું પ્રિયંકા વતી વિનમ્રતાથી આ અવોર્ડનો સ્વીકાર કરું છું. મને આવા સંતાનની મા હોવા પર ખૂબ ગર્વ છે, જે ખૂબ જ કરુણાસભર અને દયાળુ છે. પ્રિયંકા એ વાતની મિસાલ છે કે તમને જેટલું વધારે આપશો, તેટલું જ વધારે તમે મેળવશો.'

તેમણે વધુમાં કહ્યું હતું કે, 'પ્રિયંકા બાળપણથી જ મધર ટેરેસાથી પ્રભાવિત હતી અને તેમનામાંથી પ્રેરણા લઈને જ તે આ કામ કરી રહી છે. હાલમાં પ્રિયંકા અમેરિકા છે પરંતુ ટૂંક સમયમાં જ ભારત આવશે.' 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp