આ ફિલ્મમાં જોવા મળશે, એક કરતા વધુ સ્પાઈડર-મેન

PC: movieweb.com

માર્વેલ ફિલ્મોનું માર્કેટ ઘણું વ્યસ્ત જોવા મળી રહ્યું છે. 'Thor: Ragnarok' પછી હવે ફેબ્રુઆરી 2018માં 'Black Panther' રીલિઝ થવાની છે. તેના પછી એપ્રિલ મહિનામાં એવન્જર્સની આગામી સીરિઝ 'Avengers: Infinity Wars' લાઈનમાં છે. સુપરહીરો ફિલ્મોની આ લાઈનમાં ભૂલી જવું ન જોઈએ કે માર્વેલ પાસે ઘણા બધા સુપરહીરો મોજૂદ છે.

બ્રાઝિલ કોમિક-કોન દરમિયાન હાલમાં જ એક નવી સ્પાઈડરમેન ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મનું નામ છે 'Spider-Man: Into the Spider-Verse.' ફિલ્મની ખાસ વાત એ છે કે માર્વલથી બહાર આ યુનિવર્સમાં માત્ર એક નહીં, પંરતુ ઘણા બધા સ્પાઈડર-મેન છે.

આ એનિમેટેડ ફિલ્મના ટ્રેલરમાં મુખ્ય ભૂમિકા માઈલ્સ મોરાલ્સની છે. માઈલ્સ એક બ્લેક-લેટિન અમેરિકન છોકરો છે, જેની વાત સ્પાઈડર-મેન કોમિક-બુકમાં પણ 2010ના વર્ષથી કરવામાં આવી છે. તો ચાલો જોઈ લઈએ ફિલ્મનું ટ્રેલર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp