26th January selfie contest

15મી ઓગસ્ટે સ્કૂલમાં તિરંગો ન લહેરાવ્યો તો બે શિક્ષકોને સસ્પેન્ડ કરી દેવાયા

PC: dailyexcelsior.com

દેશ અને દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવી રાખ્યો છે. કોરોનાનું સંક્રમણ આખા વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે અને તેના કારણે મરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. એવામાં ઘણા સામૂહિક કાર્યક્રમો અને આયોજનો ટાળવામાં આવી રહ્યા છે. આ વખતે આખા ભારતે 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી પરંતુ, આ વખતે કોરોનાના કારણે તેની ઉજવણી સાદી રહી. ધ્વજવંદન કાર્યક્રમોમાં ખૂબ જ ઓછાં અતિથિઓએ હાજર રહીને ધ્વજવંદન કરીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી દીધી પરંતુ, ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં એક વિદ્યાલયમાં ધ્વજ ફરકાવવામાં આવ્યો નહોતો. તેના કારણે હવે બે શિક્ષકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.  

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં નરેની વિસ્તારના એક પૂર્વ માધ્યમિક વિદ્યાલયમાં સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રીય ધ્વજ નહીં ફરકાવવા પર બે શિક્ષકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જિલ્લામાં બેઝિક શિક્ષણ અધિકારી (BSA) હરિશ્ચંદ્રએ જણાવ્યું હતું કે, નરેની વિસ્તારના સિરસોના ગામના પૂર્વ માધ્યમિક વિદ્યાલયમાં 74માં સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય ધ્વજ ન ફરકાવવાનો વીડિયો સામે આવ્યો. ત્યારબાદ ત્યાં ફરજ બજાવતા મુખ્ય શિક્ષક મનોજ અહિરવાર અને સહાયક શિક્ષિકા ગંગા પૂજાને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

જિલ્લાના બેઝિક શિક્ષણ અધિકારી (BSA) હરિશ્ચંદ્રએ જણાવ્યું હતું કે, આ ઘટનાની તપાસ વિભાગીય શિક્ષણ અધિકારી (ABSA) જસપુર અને કમાસીનને સંયુક્તરૂપે આપીને 15 દિવસમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે. એ સિવાય તમને જણાવી દઈએ કે, મહામારીના કારણે દેશભરમાં 74મો સ્વતંત્રતા દિવસ સાદાઈથી ઉજવાયો. આ અવસર પર લોકોની ભીડ સીમિત રાખવામાં આવી અને રાજ્યના નેતાઓએ લોકોને અપીલ કરી કે તેઓ મહામારીથી ગભરાય નહીં તથા તેનો સામનો કરવા માટે જન જાગૃતિ અભિયાન ચલાવવાનું આહ્વાન કર્યું હતું.

મોટાભાગના રાજ્યોમાં આધિકારિક સમારોહ, તિરંગો ફરકાવવા અને મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલોના સંબોધન સુધી સીમિત રહ્યા. સમારોહમાં ખૂબ જ ઓછી સંખ્યામાં અતિથિ ઉપસ્થિત રહ્યા હતા. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને આસામના મુખ્યમંત્રી સર્વાનન્દ સોનોવાલેએ ક્રમશ: આ અવસર પર પોતપોતાની સરકારની ઉપલબ્ધિઓ ગણાવી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હી સરકાર ત્યાં સુધી શાળા નહીં ખોલે જ્યાં સુધી તેમને શહેરમાં COVID-19ની સ્થિતિ સારી થવાની બાબતે પૂરી રીતે ખાતરી નહીં થઈ જાય. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસ મહામારીને રાજ્ય અને દેશમાંથી ભગાવવા માટે ભારત છોડો જેવું જ જન જાગૃતિ આંદોલન ચલાવવાનું આહ્વાન કર્યું. કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, દેશ કોરોના મહામારીને હરાવવામાં સફળ રહેશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp