26th January selfie contest

વિકીની પ્રામાણિકતા

PC: khabarchhe.com

વિકી પોતાની સ્કૂલમાં થઇ રહેલા સ્વતંત્રતા દિવસના સમારોહને લઇને ખૂબ ઉત્સાહિત હતો. કારણ કે, તે પણ સમારોહમાં ભાગ લઇ રહ્યો હતો. બીજા દિવસે તે વહેલી સવારે ઉઠી ગયો, પરંતુ ઘરમાં અલગ પ્રકારની શાંતિ હતી. આથી, શું થયુ છે તે જાણવા માટે વિકી દાદીના રૂમમાં ગયો, પરંતુ દાદી રૂમમાં નહોતા.

'મમ્મી, દાદી ક્યાં છે? વિકીએ પૂછ્યું.

'તેની મમ્મીએ જવાબ આપ્યો, રાત્રે તેઓ ખૂબ બીમાર પડી ગયા હતાં. તારા પપ્પા તેમને હોસ્પિટલ લઇ ગયા છે, તે અત્યારે હોસ્પિટલમાં છે અને તેમની હાલત ખૂબ નાજુક છે.

આ સાંભળીને વિકી ઉદાસ થઇ ગયો.

વિકીની મનોવ્યથા સમજી તેની મમ્મીએ પૂછ્યુ, 'શું તું મારી સાથે દાદીને મળવા આવીશ? ચાર વાગ્યે હું હોસ્પિટલમાં તેમને મળવા જવાની છું.'

વિકી તેના દાદીને ખૂબ પ્રેમ કરતો હતો. તેણે તરત જ મમ્મીને કહ્યું, 'હાં, હું તમારી સાથે આવીશ.' તે સ્કૂલ અને સ્વંત્રતા દિવસના સમારંભ વિશે બધુ જ ભુલી ગયો.

સ્કૂલમાં સ્વતંત્રતા દિવસનો સમારંભ ખૂબ ઉત્સાહિતરીતે પૂર્ણ થયો, પરંતુ પ્રિન્સિપાલ ખુશ ન હતાં. તેમણે નોંધ્યું કે આજના આ સમારંભમાં ઘણાંબધા વિદ્યાર્થીઓ ગેરહાજર હતાં.' આથી, તેમણે બીજા દિવસે દરેક વિદ્યાર્થીને બોલાવ્યાં અને કહ્યું, 'મને એ વિદ્યાર્થીઓના નામની યાદી આપો તે જે સામારંભના દિવસે ગેરહાજર હતા.'

અડધો કલાકમાં તમામ ધોરણના વિદ્યાર્થીઓની યાદી પ્રિન્સિપાલના ટેબલ પર પહોંચી ગઈ. ધોરણ 6ની યાદી ખૂબ લાંબી હતી. જેથી તે પહેલા તે તરફ વળ્યાં. જેવો તેમણે ધોરણ 6ના ક્લાસમાં પગ મૂક્યો કે તરત જ ત્યાં મૌન વાતારવણ છવાઈ ગયું. તેમણે કઠોરતાપૂર્વક કહ્યું, 'સ્વતંત્રતા દિવસના કાર્યક્રમને લઈને મેં તમને શું કહ્યું હતું?'

'એ જ કે આપણે બધાંએ સ્વતંત્રતા દિવસના સમારંભમાં ઉપસ્થિ રહેવું જોઇએ,' ઉષાએ જવાબ આપ્યો.

તો પછી સ્વતંત્રતા દિવસના સમારંભમાં આટલા બધા વિદ્યાર્થીઓ ગેરહાજર શા માટે હતાં?' પ્રિન્સિપાલે નામની યાદી હવામાં ઉડાડતાં પૂછ્યું. પછી ગુસ્સામાં તેમણે ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓના નામ બોલી, તેમના હાથ આગળ ધરાવી પોતાની લાકડી તેમની હથેળીમાં મારી.

'જો તમે લોકો રાષ્ટ્રીય સમારોહ પ્રત્યે આટલા બેદરકાર હોવ તો તેનો મતલબ એ જ છે કે તમને પોતાની માતૃભૂમિ સાથે પ્રેમ નથી. જો ફરીવાર આવું થયુ તો હું તમારા બધાના નામ સ્કૂલના રજિસ્ટરમાંથી કાપી નાંખીશ.' આટલું કહીને તે જવા માટે વળ્યાં, ત્યાં જ વિકી તેમની આગળ આવીને ઊભો રહી ગયો.

'શું વાત છે?' પ્રિન્સિપાલે ગુસ્સામાં પૂછ્યુ.

'સર, વિકી ભયભીત પરંતુ દ્રઢ અવાજમાં બોલ્યો, હું પણ સ્વત્રંતત્રા દિવસના સમારોહમાં ગેરહાજર હતો, પરંતુ તમે મારું નામ નથી બોલ્યા.' કહેતા વિકીએ પોતાની હથેળી પ્રિન્સિપાલ સામે ધરી.

તમામ વિદ્યાર્થીઓના શ્વાસ થંભી ગયા.

ત્યારે પ્રિન્સિપાલ ઘણાં સમય સુધી તેને જોતા જ રહ્યાં. તેમનો કઠોર ચહેરો ધીમે-ધીમે નરમ થઇ રહ્યો હતો અને વિકીની પ્રામાણિકતા જોઈ થોડી જ વારમાં તેમનો ક્રોધ દૂર થઇ ગયો.

'તું સજાનો હકદાર નથી, કારણ કે તારામાં સત્ય કહેવાની હિંમત છે. હું તને કારણ નહીં પૂછું, પરંતુ તારે વચન આપવું પડશે કે ફરીવાર રાષ્ટ્રીય સમારોહને નહીં ભૂલશે. જા, તું પોતાની બેઠક પર જા. પ્રિન્સિપાલ આટલું બોલી ત્યાંથી જતા રહ્યા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp