26th January selfie contest

કેન્દ્ર સરકારનો નિર્ણય, તમામ સ્મારકો-મ્યૂઝિયમમાં 15 ઓગસ્ટ સુધી ફ્રી એન્ટ્રી

PC: static.toiimg.com

ભારતના આઝાદીને 75 વર્ષ પૂરા થવાના અવસરે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર દેશભરમાં ‘હર ઘર તિરંગા’ ઉત્સવ શરૂ કરવામાં આવ્યો છે, જે 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ચાલશે.

હવે કેન્દ્ર સરકારે લોકોને આઝાદીના આ તહેવારમાં જોડાવવા અને તેમનામાં દેશ પ્રેમની ભાવનાને વધારવા માટે અન્ય એક મોટો નિર્ણય લીધો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ તરફથી 15 ઓગસ્ટ સુધી તમામ સ્મારકો, પુરાતત્વ સ્થળ અને સંગ્રહાલયો વગેરેને નાગરીકો માટે ફ્રી કરવાની જાહેરાત કરી છે.

ASI ના સ્મારક-2 નિર્દેશક ડો.એન.કે.પાઠક તરફથી બુધવારે આદેશ જાહેર કરવામાં આવ્યો છે કે, 5 ઓગસ્ટથી તમામ સ્મારક, પુરાતત્વ સ્થળ અને સંગ્રહાલયો વગેરેને નાગરીકોના  અવલોકન માટે પૂરી રીતે ફ્રી કરવામાં આવી રહ્યું છે. આ સ્થળો પર કોઈ પણ પ્રકારની ફી વસૂલવામાં આવશે નહીં, આ સંબંધમાં આદેશ તમામ ક્ષેત્રીય નિર્દેશકો અને સંબંધિત અધિકારીઓને આપવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પ્રોફાઈલ પિક્ચર બદલાવાની સાથે ટ્વીટ કર્યું કે, ‘આજે 2 ઓગસ્ટ વિશેષ દિવસ છે, એ સમયમાં જ્યારે આપણે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણી કરી રહ્યા છે, આપણો દેશ હર ઘર તિરંગા અભિયાન માટે પૂરી રીતે તૈયાર છે. તિરંગા મહોત્સવ એક સામૂહિક આંદોલન છે. મેં પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરની ડીપી બદલી નાંખી છે અને તમને બધાને પણ આવું જ કરવાની અપીલ કરૂ છું.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરંગાની ડિઝાઈન તૈયાર કરનાર પીંગલી વૈંકેયાની જયંતી પર તેમને શ્રદ્ધાંજલી આપી અને કહ્યું કે, ‘આપણો દેશ અને આપણે તિરંગા આપવા માટેના તેમના પ્રયત્નો માટે હંમેશા ઋણી રહેશે, આપણને આપણા તિરંગા પર ખૂબ જ ગર્વ છે, હું પ્રાર્થના કરૂ છું કે, તિરંગાથી તાકાત તેમજ પ્રેરણા લઈને આપણે રાષ્ટ્રની પ્રગતિ માટે કામ કરતા રહીશું.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp