દેશભક્તિની આ ફિલ્મોથી ડરીને પાકિસ્તાને કરી હતી બેન

PC: app.goo.gl

બોલિવુડમાં વર્ષમાં બે-ત્રણ ફિલ્મો દેશભક્તિને લગતી હોય છે, જેને દેશભરમાં ઘણું એપ્રિશિયેશન મળે છે. કેટલીક ફિલ્મોની સ્ટોરી તો એવી હોય છે કે ભારતના નાગરિકો એ ફિલ્મો ત્રણ-ચાર દિવસોમાં જ સો કરોડના કલ્બમાં પહોંચાડી દેતા હોય છે. બીજી તરફ પાકિસ્તાનમાં પણ બોલિવુડની અનેક ફિલ્મો રીલિઝ થતી હોય છે, પરંતુ કેટલીક વખત દેશભક્તિની અમુક ફિલ્મો પાકિસ્તાન રીલિઝ નથી થવા દેતું કારણ કે એમાં તેમની આબરૂનાં કાંકરા થતા હોય છે. તો ચાલો નજર કરીએ એવી કેટલીક ફિલ્મોની યાદી પર જેને પાકિસ્તાનમાં બેન કરવામાં આવી છે.

થોડા દિવસો પહેલાં જ રીલિઝ થયેલી ‘મુલ્ક’ ફિલ્મ પાકિસ્તાનમાં બેન કરી દેવાઈ છે. ઋષિ કપૂર અને તાપસી પન્નુ અભિનિત આ ફિલ્મમાં એક એવા મુસ્લિમ પરિવારની વાત કરવામાં આવી છે, જે પરિવાર પર આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાનો આરોપ મૂકાયો છે. ફિલ્મમાં પ્રતીક બબ્બર અને આશુતોષ રાણા જેવા કલાકારો પણ છે.

ગયા વર્ષે રીલિઝ થયેલી અને ખૂબ વખણાયેલી ‘રાઝી’ ફિલ્મ પણ પાકિસ્તાન સરકારે બેન કરી હતી. આલિયા ભટ્ટ અને વિકી કૌશલની આ ફિલ્મ મેઘના ગુલઝારે ડિરેક્ટ કરી હતી. પાકિસ્તાન સરકારનું આ ફિલ્મ સંદર્ભે એવું કહેવું હતું કે ‘રાઝી’ ફિલ્મમાં પાકિસ્તાનને ખોટી રીતે ચીતરવામાં આવ્યું છે.

તો ગયા વર્ષે રીલિઝ થયેલી તાપસી પન્નુની બીજી એક ફિલ્મ ‘નામ શબાના’ને પણ પાકિસ્તાને બેન કરી દીધી હતી. ‘બેબી’ ફિલ્મની પ્રિક્વલ ગણાતી આ ફિલ્મમાં તાપસી એક અન્ડર કરવ એજન્ટની ભૂમિકા ભજવે છે. પાકિસ્તાને આ ફિલ્મ એમ કહીને બેન કરી હતી કે આ ફિલ્મ જોઈને પાકિસ્તાનીઓની દેશ ભાવના ઘવાઈ શકે છે!

Image result for phantom movie

વર્ષ 2015માં રીલિઝ થયેલી ‘ફેન્ટમ’ ફિલ્મ મુંબઈ હમલાના માસ્ટરમાઈન્ડ આતંકવાદી હાફીઝ સઈદ પર બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં હતા. પાકિસ્તાને આ ફિલ્મ સંદર્ભે એમ કહ્યું હતું કે પાકિસ્તાની નેતા હાફિઝ સઈદ અને પાકિસ્તાનની છબીને આ ફિલ્મમાં ખોટી રીતે રજૂ કરવામાં આવી છે.

આ સિવાય અક્ષય કુમારની ખૂબ વખણાયેલી ‘બેબી’ ફિલ્મ પાકિસ્તાનમાં એટલે બેન કરી દેવાઈ હતી કે આ ફિલ્મના નકારાત્મક કેરેક્ટર્સના નામ મુસ્લીમ છે! ફિલ્મમાં અક્ષય કુમાર એક ખૂંખાર આતંકવાદીને પકડવા નીકળે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp