દેશભક્તિથી ભરપૂર છે આ ફિલ્મો, જોઇ ના હોય તો જોઇ લો

PC: firstpost.com

ભારતીય સિનેમામાં અલગ અલગ વિષયો પર શાનદાર ફિલ્મો બનતી રહે છે. પરંતુ જ્યારે દેશભક્તિની વાત આવે છે ત્યારે લોકોમાં અલગ જ લાગણી ઉત્પન્ન કરે છે. બોલિવુડમાં દેશભક્તિ પર અનેક ફિલ્મો બની ચૂકી છે. જ્યારે દેશભક્તિ પર ફિલ્મો બની છે ત્યારે લોકો દ્વારા તેને ખૂબ પસંદ કરવામાં આવી છે.

પૂરબ ઔર પશ્વિમ

આ ફિલ્મમાં ભારતીય સંસ્કાર અને પશ્વિમી દેશોની લહેરથી પ્રભાવિત લોકોની મનોદશાની શાનદાર તુલના બતાવવામાં આવી છે. પશ્વિમી દેશોની રીતોથી પ્રભાવિત થઈને ભારતીય લોકો પોતાના સંસ્કાર ભૂલી ગયા અને તેનો અહેસાસ થવા પર પસ્તાવો પણ થયો હતો. ફિલ્મમાં મનોજ કુમારે મુખ્ય ભૂમિકા નિભાવી છે. તે સિવાય સાયરાબાનુ, વિનોદ ખન્ના, પ્રેમ ચોપરા, અને અશોક કુમાર હતા. ફિલ્મના ગીત ખૂબ લોકપ્રિય થયા હતા.

ઉપકાર

આ ફિલ્મ બાદ મનોજ કુમારને 'ભારત કુમાર'ના નામથી લોકો ઓળખવા લાગ્યા હતા. મનોજ કુમાર ફિલ્મમાં શાનદાર રોલ પ્લે કર્યો હતો અને આ ફિલ્મ તેમના કરિયર માટે ટર્નિગ પોઇન્ટ સાબિત થઈ હતી. ફિલ્મ ડિરેક્ટર પણ મનોજ કુમારે જ કરી હતી. ફિલ્મ તે વર્ષે સૌથી સફળ ફિલ્મોમાંની એક રહી હતી.

લગાન

આમિર ખાનની આ ફિલ્મ કોણ ભૂલી શકે છે. ફિલ્મમાં ક્રિકેટ મારફતે દેશભક્તિનું ઝનૂન દર્શકોને ખૂબ પસંદ પડ્યુ હતું. ફિલ્મ દેશ જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકપ્રિય રહી હતી. આમિર સહિત શાનદાર ટીમ વર્કને કારણે ફિલ્મએ લોકોના દિલમાં સ્થાન મેળવ્યું હતું. આજે પણ ફિલ્મનો નિર્ણાયક મુકાબલો દેશભક્તિની ભાવનાથી ભરી દે છે.

બોર્ડર

જ્યારે પણ આ ફિલ્મ ટીવી પર આવે છે મોટાભાગના લોકો આજે પણ તેને જોવાનુ પસંદ કરે છે. ફિલ્મનું ગીત સંદેશે આતે હૈ ખૂબ ભાવુક કરી દે તેવું છે. આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં આપણા દેશના સૈનિકોની ગાથા બતાવવામાં આવી છે. સૈનિકોની તમામ બાબતોને ફિલ્મમાં શામેલ કરવામાં આવી છે. એક સૈનિકની ભાવનાઓ, ઝનૂન, તેનું બલિદાન, તેના ઘરના લોકોની સાદગી તમામ બાબતોને ફિલ્મમાં બતાવવામાં આવી છે.

આ સિવાય તમે આ 15મી ઓગસ્ટના અવસરે ચક દે ઇન્ડિયા, દંગલ, પાનસિંહ તોમર ફિલ્મોનો પણ આનંદ ઉઠાવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp