ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના થકી આ જિલ્લામાં 1403 કરોડનું મૂડીરોકાણ થશે

PC: gujaratheadline.com

ગુજરાત સરકારની પ્રેસ રીલિઝ મુજબ ગુજરાત વિધાનસભા ખાતે ચાલી રહેલા અંદાજપત્ર સત્ર દરમિયાન ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ઉધોગમંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના થકી કચ્છ જિલ્લામાં રૂા.1403 કરોડનું રોકાણ થશે.

તેમણે કહ્યુ હતું કે, તા.31/3/2020ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના હેઠળ કચ્છ જિલ્લામાં કુલ 12 અરજીઓ મોટા એકમો દ્વારા પ્રાપ્ત થઇ છે. જે પૈકી 7 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. આ યોજના થકી રૂા.1403 કરોડનું મૂડીરોકાણ થશે અને 2770 લોકો માટે રોજગારી ઉભી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp