સુરતના હીરા ઉદ્યોગ માટે અચ્છે દિન આવી રહ્યાં છે

PC: dearbornjewelers.com

સુરતના હીરા ઉદ્યોગ માટે અચ્છે દિન આવી રહ્યાં છે. વૈશ્વિક સ્તરે ફેક ડાયમન્ડ અને લેબોરેટરીમાં બનેલા હીરાના વિવાદના કારણે હીરાની માગ ઓછી થઈ હતી પરંતુ સુરતના આ ઉદ્યોગની નજર દિવાળી અને ક્રિસમસના વેકેશન પર છે. આ તહેવારોમાં હીરાના માંગ વધવાના ચાન્સ છે.

વૈશ્વિક સ્તરે હાલ હીરાની માગમાં 20 ટકાનો ઘટાડો થયો છે જેને દિવાળીના વેકેશનમાં સરભર કરવાની ઉદ્યોગોની ચાલ છે. લેબમાં બનેલા હીરાના કારણે નબળી માંગનો વેપારીઓ સ્વિકાર કરી રહ્યાં છે પરંતુ હીરા બજારમાં ફરી વિશ્વસનીયતા ઊભી થાય તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે.

રાજ્યના ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે સુરત તો ગુજરાતનું ઘરેણું છે. હીરા ઉદ્યોગની મંદી સુરતને પોસાય નહીં. નકલી હીરા અને લેબમાં બનતા હીરા અંગે અમારી પણ નજર છે તેથી વિશ્વસનીયતાને આંચ આવી શકે નહીં. છેલ્લા ત્રણ મહિનામાં રફ ડાયમન્ડના ભાવમાં 15 ટકાનો વધારો થયો છે જેની સામે પોલિશ્ડ હીરાના ભાવ પાંચ ટકા ઘટ્યાં છે. ડોલર સામે રૂપિયો નબળો પડતાં આ બજારને લાભ થઈ શક્યો નથી.

અમેરિકાના ફેડરલ ટ્રેડ કમિશને ડાયમન્ડની વ્યાખ્યામાંથી 'નેચરલ' શબ્દ દૂર કર્યો હતો તેના કારણે હવે નેચરલ કે લેબમાં બનાવેલા બંને પ્રકારના ડાયમન્ડને ડાયમન્ડ જ ગણવામાં આવે છે અને અમેરિકાના બજારમાં તેની મોટી અસર જોવા મળી રહી છે. 2017મા ભારતે અમેરિકામાં 8 અબજ ડોલરના પોલિશ્ડ હીરાની નિકાસ કરી હતી, જે કુલ નિકાસના 40 ટકા છે.

અધિકારીએ કહ્યું હતું કે એકલા સુરતમાં હીરા ઉદ્યોગમાં 5000 યુનિટ આવેલા છે અને કટ એન્ડ પોલિશ્ડ હીરાનું બજાર 80,000 કરોડનો ક્રોસ કરી ગયું છે. છેલ્લા છ મહિનાથી પોલિશ્ડ હીરાના ભાવ નથી મળતા અને રફ ડાયમન્ડના ભાવ ઊંચા છે, ઉપરાંત બેન્ક ફાઇનાન્સમાં તકલીફના કારણે ઉદ્યોગને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, પરંતુ હવે દિવાળીના તહેવારોમાં હીરા બજારમાં ચાંદી આવે તેવી સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp