અદાણી જૂથ ગુજરાતમાં 55000 કરોડનું મૂડીરોકાણ કરશે

PC: Khabarchhe.com

ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ રાજ્યમાં 55000 કરોડનું મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત ગ્લોબલ આર્થિક વિકાસનું કી એન્જીન છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તે સાબિત કરી દીધું છે. PM મોદીની કામગીરીથી ભારત વિવિધ ક્ષેત્રોમાં નંબર વન બની રહ્યું છે. ગુજરાતની વાયબ્રન્ટ સમિટના ઉદધાટન પ્રસંગે ગૌતમ અદાણીએ PM મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અમે આ વખતે અમારું રોકાણ વધારવાના છીએ. અમે કચ્છમાં વિશ્વનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા માગીએ છીએ જેમાં અમારું મૂડીરોકાણ 30000 કરોડ છે. એ ઉપરાંત એક ગીગાવોટનો મુન્દ્રા ખાતે ડેટા પ્લાન્ટ, 10 લાખ ટનની ક્ષમતા સાથે કોપર સ્મેલ્ટર, સિમેન્ટ અને ક્લીન્કર પ્રોજેક્ટ તથા લીથીયમ બેટરીનું યુનિટ કચ્છના લખપતમાં સ્થપાશે.

બીજી તરફ આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કહ્યું હતું કે ગુજરાતમાં આગામી ત્રણ વર્ષમાં કેમિકલ, ખાણ અને ખનિજ, સિમેન્ટ અને સોલર ઉર્જામાં 15000 કરોડનું રોકાણ કરવાના છીએ. કુમારમંગલમ બિરલાએ વધુમાં જણાવ્યું હતું કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના બાંધકામમાં અમે ભૂમિકા ભજવી છે તેનો પોતાને ગર્વ છે. આ સ્ટેચ્યુથી ભારતને ભારતીય હોવાનો અને તેનો ગર્વ મહેસુસ કરવા માટે વધુ એક કારણ આપ્યું છે. બિરલા જૂથ દ્વારા ગુજરાતમાં અત્યાર સુધી વિવિધ ક્ષેત્રોમાં 30000 કરોડથી વધુનું મૂડીરોકાણ કાર્યાન્વિત છે.

ટાટા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રસેકરને જણાવ્યું હતું કે ટાટા જૂથ માટે ગુજરાત એક મહત્વનો હિસ્સો છે. ગુજરાતમાં કંપનીના 25000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે.  ટાટા જૂથ ગુજરાતમાં સોડા એશની ઉત્પાદન ક્ષમતા 10 લાખ ટન કરવા માટે સરકાર સાથે વાતચીત કરી રહી છે. આ ઉપરાંત ગુજરાતમાં લીથીયમ બેટરી અને પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં પણ રોકાણ કરશે.

જ્યારે રશિયાના રોઝનેફ્ટ દ્વારા 85 કરોડ ડોલરના મૂડીરોકાણની જાહેરાત કરવામાં આવી છે. કંપની નવી રીફાઈનરીમાં વિસ્તરણ હાથ ધરશે. કંપની માટે ભૌગોલિક રીતે ગુજરાત શ્રેષ્ઠ સ્થળ છે. આદિત્ય બિરલા જૂથના અધ્યક્ષ કુમારમંગલમ બિરલાએ ગુજરાતમાં રેયોન, કેમિકલ્સ, માઈનીંગ અને ગ્રીન ટેકનોલોજી માટે આવતા ત્રણ વર્ષમાં 15000 કરોડના રોકાણની જાહેરાત કરી હતી.

વાયબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેલા ટોરેન્ટ જૂથના ચેરમેન સુધીર મહેતાએ જણાવ્યું હતું કે પ્રથમ સમીટમાં 500 પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આજે સંખ્યા 30000ની છે. ગુજરાતમાં દેશમાં સૌથી વધુ નવી રોજગારીનું સર્જન થયું છે. ટોરેન્ટ જૂથ વધારાનું 10000 કરોડનું રોકાણ કરશે જેમાં પુનઃપ્રાપ્ય ઉર્જા, વીજ વિતરણ અને ગેસ વિતરણનો સમાવેશ થાય છે.

પોતાના પ્રવચનમાં સુઝુકીના ચેરમેન ટોશીથીરો સુઝુકીએ જાહેરાત કરી હતી કે ગુજરાતમાં સુઝુકીનો એક કાર પ્લાન્ટ ચાલુ છે અને બીજો ટૂંક સમયમાં શરુ થશે. આ ઉપરાંત વર્ષ 2020 સુધીમાં એસેમ્બલી પણ શરુ કરવામાં આવશે. આ સાથે રાજ્યમાં કાર ઉત્પાદન ક્ષમતા 7.50 લાખ યુનિટની થશે. સુઝુકીએ જણાવ્યું હતું કે કંપની ભારતમાં સ્થાનિક ધોરણે હાઈબ્રીડ વ્હીકલના પાર્ટ્સ ખરીદશે આ પછી ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલ માટે પણ યોજના ઘડી રહી છે જેથી મેઇક ઇન ઇન્ડિયાને ફાયદો થશે. ગુજરાત કોમનવેલ્થ સ્ટેટ્સ માટે એક મહત્વનું સ્થળ બની રહેશે. સુઝુકી મોટર્સના ચેરમેને કહ્યું કે, ટૂંક સમયમાં સુઝુકી મોટર્સનો બીજો પ્લાન્ટ પણ ગુજરાતમાં સ્થાપવામાં આવશે. તેમણે કહ્યું કે અમે 2020 સુધીમં બીજો પ્લાન્ટ શરૂ કરી દઈશું. ત્યારબાદ ત્રણ એસેમ્બલી લાઈનમાં ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 7.5 લાખ યુનિટ થઈ જશે.

પ્રારંભમાં ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરે વાયબ્રન્ટ સમિટને સંબોધન કરતા કહ્યું કે, ટાટા પરિવાર માટે ગુજરાત એ એક અત્યંત મહત્વનું રાજ્ય છે. અમારા 25 હજારથી વધારે કર્મચારીઓ ગુજરાતમાં 30 વર્ષથી વધારે સમયથી કાર્યરત છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં ટાટા કેમિકલ્સની ક્ષમતામાં વધારો કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે ગુજરાત અમારું માટે સૌથી મોટું પાર્ટનર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp