એરઇન્ડિયા અને ટાટાઃકોંગ્રેસે છીનવી લીધી હતી ભાજપ પરત આપશે!

PC: https://readingsexy.com

એર ઇન્ડિયા હવે ટાટા પાસે જશે તે લગભગ નક્કી થઇ ગયું છે. કારણ કે તે માટે સૌથી ઊંચા ભાવ ટાટાએ આપ્યા છે. જોકે, સરકારે કહ્યું છે કે હજુ ફાઇનલ કરવાનું બાકી છે.

પરંતુ આ કંપનીનો ઇતિહાસ જોઇએ તો આઝાદી પહેલા વર્ષ 1932માં જે.આર.ડી. ટાટાએ આ એરલાઇન્સ શરૂ કરી હતી. તે તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો પરંતુ ત્યારે જવાહરલાલ નહેરૂએ અચાનક વર્ષ 1952માં તેનું રાષ્ટ્રીયકરણ કરી દીધું હતું. એટલે કે સરકારે તે એરલાઇન્સ લઇ લીધી હતી. કહેવાય છે કે ત્યારે જે.આરડીએ કહ્યું હતું કે તેમના મિત્ર નહેરૂએ આવું કરીને તેમની પીઠમાં છુરો ભોંક્યો છે.

એમ પણ કહેવાય છે કે ટાટાએ તેમને ચેતવ્યા હતા કે જો તમે આનું રાષ્ટ્રીયકરણ કરશો તો તે સરકારી અધિકારીઓ સાચવી નહીં શકે. પરંતુ નહેરૂજીએ તેનું રાષ્ટ્રીયકરણ કરી દીધું હતું.

જોકે, ત્યારપછી પણ લગભગ 25 વર્ષ સુધી ટાટા તેના ચેરમેન રહ્યા હતા. તેમને કપની પ્રત્યે એટલી લાગણી હતી કે તે ટોયલેટ પેપર ચેક કરવા પણ પહોંચી જતા હતા. તેઓ પોતાના ઓફિસનો 50 ટકા જેટલો સમય આ કંપનીને આપતા હતા. લગભગ 25 વર્ષ પછી મોરારજી દેસાઇએ તેમને કંપનીના ચેરમેન પદ પરથી હટાવી દીધા હતા. આમ, એક ગુજરાતીને ગુજરાતીએ એરલાઇન્સમાંથી હટાવ્યા હતા. પરંતુ હવે એક ગુજરાતી વડાપ્રધાન કંપનીને પરત ટાટાને આપે તેવી શક્યતાઓ ઊભી થઇ છે. સૂત્રો જણાવે છે કે ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતા વાળી એક કમિટી અંતિમ નિર્ણય લેશે.

એર ઇન્ડિયા ગયા પછી ટાટા ઘણીવાર તે પરત લેવાના પ્રયાસો કર્યા હતા પરંતુ તે થઇ શક્યું ન હતું પછી તેમણે એર એશિયા અને વિસ્તારામાં ભાગીદારી કરી હતી. હવે જો એર ઇડિયા ટાટા પાસે જાય તો તેમની સંપૂર્ણ માલિકીની એરલાઇન્સ હશે.

જોકે, સરકારે કહ્યું છે કે હજુ સુધી આ અંગે નિર્ણય લેવાયો નથી. જ્યારે લેવાશે ત્યારે બધાને જાણ કરી દેવાશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp