સરકારને દોઢ લાખ કરોડની કમાણી, Jioની સૌથી વધુ 88078 કરોડની બોલી અને અદાણીએ...

PC: news18.com

ભારતમાં અત્યાર સુધીની સૌથી મોટી સ્પેક્ટ્રમની હરાજી સોમવારે પૂર્ણ થઇ છે. સાત દિવસ સુધી ચાલેલી આ હરાજીમાં 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના 5G સ્પેક્ટ્રમનું રેકોર્ડ વેચાણ થયું છે. આ હરાજીમાં અબજોપતિ કારોબારી મુકેશ અંબાણીની કંપની Jioએ પોતાની સૌથી વધુ બોલી લગાવી છે. જાણકારી અનુસાર, આ હરાજીમાં કુલ 1,50,173 કરોડ રૂપિયાની બોલી લાગી છે.

હાઇ સ્પીડ ઇન્ટરનેટ માટે પેશ કરવામાં આવેલી 5G સ્પેક્ટ્રમની હરાજીની રકમ ગયા વર્ષે વેચવામાં આવેલા 77815 કરોડ રૂપિયાના 4G સ્પેક્ટ્રમથી લગભગ બેગણી છે. આ રકમ 2010માં 3G સ્પેક્ટ્રમની હરાજીથી મળેલા 50,968.37 કરોડ રૂપિયાની સરખામણીમાં ત્રણ ગણી છે.

રિલાયન્સ જિયોએ 24740 મેગાહર્ટ્ઝ માટે 88078 કરોડની બોલી લગાવી હતી અને એરટેલે 43084 કરોડ રૂપિયાની બોલી લગાવીને 19867 મેગાહર્ટ્ઝ લીધું હતું, જ્યારે અદાણીએ 212 કરોડમાં ફક્ત 400 મેગાહર્ટ્ઝ લીધું હતું

દાવો કરવામાં આવી રહ્યો છે કે, 4Gની સરખામણીમાં 5G 10 ગણી વધુ સ્પીડ વાળી ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવશે. રિલાન્યસ Jioએ 5G સ્પેક્ટ્રમ રેડિયો ફ્રિક્વન્સી માટે સૌથી વધુ બોલી લગાવી છે. ત્યાર બાદ ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા લિમિટેડનું સ્થાન હતું.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રુપે પ્રાઇવેટ નેટવર્ક સ્થાપિત કરવા માટે 26 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. જોકે, કઇ કંપનીએ કેટલું સ્પેક્ટ્રમ ખરીદ્યું છે, તેની જાણકારી હરાજીના સંપૂર્ણ આંકડા આવ્યા બાદ જ ખબર પડી શકશે. સરકારે 10 બેન્ડમાં સ્પેક્ટ્રમ જાહેર કર્યું હતું. પણ 600 મેગાહર્ટ્ઝ, 800 મેગાહર્ટ્ઝ અને 2300 મેગાહર્ટ્ઝ બેન્ડમાં સ્પેક્ટ્રમ માટે કોઇ બોલી ન મળી.

લગભગ બે-તૃત્યાંશ બોલીઓ 5G બેન્ડ માટે હતી, જ્યારે, એક-ચતુર્થાંશથી વધુ માગ 700 મેગાહર્ટ્ઝ બેન્ડમાં આવી છે. આ બેન્ડ પાછલી બે હરાજીમાં વેચાયા વગર રહી ગયા હતા.

ગયા વર્ષે થયેલી હરાજીમાં રિલાયન્સ જિઓએ 57122.65 કરોડ રૂપિયાનું સ્પેક્ટ્રમ લીધું હતું. ભારતી એરટેલે લગભગ 18699 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી અને વોડાફોન આઇડિયાએ 1993.40 કરોડ રૂપિયાનું સ્પેક્ટ્રમ ખરીદ્યું હતું. આ વર્ષે ઓછામાં ઓછા 4.3 લાખ કરોડ રૂપિયાના કુલ 72 ગીગાહર્ટ્ઝ રેડિયો તરંગોને બોલી લગાવવા માટે રાખવામાં આવ્યા હતા.

હરાજી વિશે ટેલિકોમ મંત્રી અશ્વીની વૈષ્ણવે વિતેલા દિવસોમાં કહ્યું હતું કે, 5Gની હરાજી એ વાતને દર્શાવે છે કે, મોબાઇલ ઉદ્યોગ વિસ્તાર પામવા માગે છે અને વિકાસના ચરણમાં પ્રવેશ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે, સ્પેક્ટ્રમ માટે નિર્ધારિત રિઝર્વ પ્રાઇસ ઉચિત છે અને આ હરાજીના પરિણામથી સાબિત થશે.

હરાજી પૂર્ણ થયા બાદ હવે મોબાઇલ કંપનીઓએ પોતાની બોલીના પૈસા જમા કરાવવા પડશે. ત્યાર બાદ જે જે એરવેવ્સ માટે કંપનીઓને સ્પેક્ટ્રમ મળ્યું છે, સરકાર તેનું વિતરણ કરશે. ત્યાર બાદ કંપનીઓ સર્વિસ શરૂ કરશે. મોબાઇલ કંપનીઓ તેનું ટેસ્ટિંગ પહેલાથી જ કરી રહી છે. જોકે, એક સાથે આખા દેશમાં 5G સર્વિસ ન મળશે કારણ કે, જ્યાં ટેસ્ટિંગ કરવામાં આવી છે, ત્યાં સર્વિસ શરૂ થઇ જશે. આ લિસ્ટમાં દેશના 13 પ્રમુખ શહેરોના નામ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp