આ કંપની ગુજરાતમાં કરશે 20000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ

PC: newindia-uae.com

આર્સેલર મિત્તલના ચેરમેન અને CEO લક્ષ્મી મિત્તલે ગુજરાતમાં 20 હજાર કરોડ રૂપિયાનું નિવેશ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, કંપની ગુજરાત સ્થિત હજીરા સંયંત્રની ઉત્પાદન ક્ષમતા 86 લાખ ટન વાર્ષિક સુધી વધારવા માટે 5000 કરોડ રૂપિયાનું પણ નિવેશ કરશે. મિત્તલે શુક્રવારે એક વીડિયો કોન્ફ્રેન્સના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ જાણકારી આપી હતી.

આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AMNS) ઈન્ડિયાએ કહ્યું કે, હજીરા સંયંત્રની ઉત્પાદન ક્ષમતા 86 લાખ ટન વાર્ષિક સુધી વધારવા માટે તેઓ 5000 કરોડ રૂપિયાનું નિવેશ કરશે. કંપનીની યોજના ભવિષ્યમાં વિસ્તાર પર 20000 કરોડ રૂપિયા વધુ ખર્ચ કરવાની છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, આર્સેલર મિત્તલના ચેરમેન અને મુખ્ય કાર્યકારી અધિકારી લક્ષ્મી મિત્તલે બુધવારે એક વીડિયો કોન્ફ્રેન્સના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ જાણકારી આપી હતી. AMNS ઈન્ડિયાએ ડિસેમ્બર, 2019માં એસ્સાર સ્ટીલ સાથે આ સંયંત્રનું અધિગ્રહણ કર્યું હતું. જ્યાં હવે નવી ભાગીદારી સાથે કામને આગળ વધારવામાં આવશે. નવી ભાગીદારી અંતર્ગત આર્સેલર મિત્તલ 60 ટકા અને નિપ્પોન સ્ટીલને બાકીનો 40 ટકા હિસ્સો મળશે.

આ નવા વેન્ચરના ચેરમેન આદિત્ય મિત્તલને બનાવવામાં આવ્યા છે, જે આર્સેલર મિત્તલના CFO છે, જયારે દિલીપ ઓમાનને કંપનીના CEO નિયુક્ત કરવામાં આવ્યા છે. લક્ષ્મી મિત્તલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની વચ્ચે થયેલી મુલાકાત દરમિયાન આદિત્ય મિત્તલ, ચીફ સેક્રેટરી મુકીમ સહિત અન્ય ઘણા અધિકારીઓ હાજર રહ્યા હતા. બંને કંપનીઓના આ નવા વેન્ચર દ્વારા Make in Indiaને પ્રોત્સાહન આપવામાં આવશે. જેનું લક્ષ્ય હશે કે દર વર્ષે 10 મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કરી શકાય. જણાવી દઈએ કે, આર્સેલર મિત્તલે ફડચામાં ગયેલી એસ્સાર સ્ટીલને 54 હજાર કરોડ રૂપિયામાં ખરીદી છે.

આર્સેલર મિત્તલ ભારતીય મૂળના અરબપતિ વ્યવસાયી લક્ષ્મી મિત્તલની કંપની છે. તે દુનિયાની સૌથી મોટી સ્ટીલ નિર્માતા કંપની છે અને વર્ષ 2018માં તેણે 96.42 મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કર્યું છે. આર્સેલર મિત્તલનું ભારતમાં કોઈપણ ઉત્પાદન સંયંત્ર નથી અને તેઓ એસ્સાર સ્ટીલ દ્વારા ભારતમાં પગ મુકવા માગે છે. આર્સેલર મિત્તલ દુનિયાભરના 60 દેશોમાં કાર્ય કરે છે, જેમાં આશરે 1.99 લાખ કર્મચારી કામ કરે છે. જોકે, તેની પંજાબમાં પીપીપી મોડલ પર એક રિફાઈનરીમાં ભાગીદારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp