એક વકીલે ઉધાર લઈને શરૂ કરેલી કંપની, આ રીતે બની ઘર-ઘરની પસંદગી

PC: bwoodtadka.com

ગોદરેજ નામથી દરેક ભારતીયો વાકેફ છે. કદાચ જ કોઈ એવું ઘર હશે જ્યાં આજે પણ ગોદરેજનું તાળું અથવા પછી અલમારી ન મળે. અને એ થવું પણ ચોક્કસ છે કારણ કે 125 વર્ષથી આ કંપની લોકોને પોતાની સેવાઓ આપી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે આટલા લાંબા સમય સુધી લોકોના વિશ્વાસ પર ખરી ઉતરેલી આ કંપનીની શરૂઆત કઈ રીતે થઈ હતી?

એક પારસી છોકરો જે વકીલાત છોડીને ભારત આવ્યો

આર્દેશીર ગોદરેજ (Ardeshir Godrej) લો-સ્કુલથી પાસ થઈને નીકળ્યો હતો. તેને 1894મા બોમ્બે સોલિસિટરની એક ફોર્મમાં એક કેસ લડવા માટે જન્જીબાર મોકલવામાં આવ્યો. ઈસ્ટ આફ્રિકામાં વકાલત કરી રહેલા આ વકીલને ખૂબ ટૂંક સમયમાં સમજણ પડી ગઈ કે, વકીલાતમાં તેણે જુઠાનો સહારો લેવો પડશે. પરંતુ તે એ વાત માટે તે તૈયાર નહોતો એવા માટે વકીલાતને અલવિદા કહીને તે ભારત પરત ફર્યો.

ઉધાર લઈને શરૂ કર્યો બિઝનેસ

આર્દેશીર ગોદરેજ ભારત તો આવી ગયો, પરંતુ તેની પાસે કોઈ કામ ન હતું. શરૂઆતમાં તેણે એક કેમિસ્ટ શોપમાં આસિસ્ટન્ટનું કામ કર્યું. આ દરમિયાન તેનો રસ સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવાની તરફ ગયો. જેના માટે તેણે પારસી સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ મેખાનજી મુચેરજી કામા પાસેથી ત્રણ હજાર રૂપિયા ઉધાર લીધા, જોકે તેનો આ બિઝનેસ ચાલી નહીં શક્યો.

ગોદરેજનો પહેલો બિઝનેસ ફેલ થવાનું કારણ હતું. તેનો દેશપ્રેમ અથવા એમ કહો કે દેશ માટે તેણે પોતાના નફાને લાત મારી દીધી. વાસ્તવમાં આર્દેશીર એક બ્રિટિશ કંપની માટે સર્જરીના ઓજાર બનાવતો હતો. બનાવતો હતો ગોદરેજ પરંતુ વેચતી હતી બ્રિટિશ કંપની. પરંતુ પૈંચ એ વાત પર ફસાઈ ગયો કે આ ઈસ્ટુમેન્ટ પર સિક્કો કયા દેશનો લાગશે. ગોદરેજ ઇચ્છતા હતા કે તેના પર "મેડ ઇન ઇન્ડિયા" લખવામાં આવે. પરંતુ અંગ્રેજો આ વાત પર તૈયાર ન હતા. એવામાં આર્દેશીરે આ બિઝનેસને જ બંધ કરી દીધો.

ન્યૂઝપેપરના એક સમાચારે આપ્યો નવા બિઝનેસનો આઈડિયા

આર્દેશીર ગોદરેજનો પહેલો બિઝનેસ ભલે ઠપ થઇ ગયો, પરંતુ તેને હાર નહીં માની. તે કંઈક અલગ અને સારું કરવા ઇચ્છતા હતા અને ન્યૂઝ પેપરના એક સમાચારે તેમને આ તક આપી. આ સમાચાર મુંબઈમાં એક ચોરીની ઘટનાઓ સાથે જોડાયેલા હતા. મુંબઈના પોલીસ કમિશનરે લોકોને પોતાના ઘર અને ઓફિસોમાં સુરક્ષા વધારવા માટે કહ્યું હતું.

બસ આ સમાચારથી તેમના મગજમાં તાળા બનાવવાનો આઈડિયા આવી ગયો. એવું નથી કે તે સમયે તાળા હતા નહિ. પરંતુ ગોદરેજે એવા લોક બનાવ્યા જે પહેલાની તુલનામાં વધુ સુરક્ષિત હતા. સાથે જ  કોઈપણ ચાવીથી દરેક તાળા ખોલી શકાતા ન હતા. તે સમયે તાળાઓને લઈને કોઈ ગેરંટી પણ આપવામાં આવતી ન હતી. પરંતુ આર્દેશીર ગોદરેજે આ પણ રિસ્ક લીધું. તેણે એક વાર ફરી મેખાનજી મુચેરજી કામા પાસેથી ઉધાર લઈને મુંબઈ ગેસ સર્કલની બાજુમાં 215 ચો.ફૂટમાં ગોડાઉન ખોલ્યું અને ત્યાં તાળા બનાવવાનું કામ શરૂ કરી દીધું. આની સાથે જ વર્ષ 1897મા જન્મ થયો ગોદરેજ કંપનીનો.

લોકોના વિશ્વાસની બ્રાન્ડ બની ગઈ ગોદરેજ

ગોદરેજના તાળાનો બિઝનેસ ચાલી પડ્યો. ત્યાર પછી તેમણે લોકોના ઝવેરાત અને પૈસા રાખવા માટે મજબૂત લોકર અને અલમારી બનાવવાનું શરૂ કરી દીધું. જેથી પોતાના લોકરમાં લોકો પોતાની કિંમતી વસ્તુઓ રાખી શકે. તેમણે એક એવી અલમારી બનાવી જે લોખંડની ચાદરને કાપવા વગર બનાવવામાં આવી હતી. તાળાઓની જેમ અલમારીઓ એ પણ લોકોના દિલ જીતી લીધા. રિપોર્ટ મુજબ વર્ષ 1911મા દિલ્હી દરબારના સમયમાં જ્યારે કિંગ જ્યોર્જ પંચમ અને ક્વીન મેરી ભારત આવ્યા, તો તેમણે પણ પોતાનો કિમતી સામાન રાખવા માટે ગોદરેજ લોકરનો ઉપયોગ કર્યો હતો.

એક પછી એક નવા બિઝનેસની લાઇન લગાવી દીધી

તાળા અને અલમારીઓ પછી ગોદરેજે સાબુ બનાવ્યા. આ પહેલા વનસ્પતિ તેલ વાળા સાબુ હતા. તેના પહેલા જાનવરોની ચરબીમાંથી સાબુ તૈયાર થતા હતા. રવીન્દ્રનાથ ટાગોરે પણ તેમના સાબુનો પ્રચાર કર્યો.

આઝાદીની તક પણ ગોદરેજ માટે વ્યાપારનો નવો અવસર લાવી. 1951મા આઝાદ ભારતમાં પહેલી લોકસભા ચૂંટણી માટે 17 લાખ બેલેટ બોક્સ બનાવ્યા.

1952મા સ્વતંત્રતા દિવસ પર સીન્થોલ સાબુ લોન્ચ કર્યો. આગળ 1958મા રેફ્રિજરેટર બનાવનારી પહેલી ભારતીય કંપની બની. 1974મા લિક્વિડ હેર કલર પ્રોડક્ટ લાવ્યા. અહીંયા સુધી કે તેમણે 1994મા ગુડનાઇટ બ્રાંડ બનાવનારી કંપની ટ્રાન્સલેક્ટાને ખરીદી અને પછી 2008મા ચંદ્રયાન-1 માટે લોન્ચ વ્હીકલ અને લ્યૂનર ઓર્બિટર બનાવ્યું. આજે ગોદરેજ CCTVથી લઈને કન્સ્ટ્રકશન અને ડેરી પ્રોડક્ટ સુધીનો બિઝનેસ કરી રહી છે. ભારત સહિત દુનિયાભરના દેશોમાં તેનો વ્યાપાર ફેલાયેલો છે. ગોદરેજની પ્રોડક્ટો દુનિયાની 50થી વધુ દેશોમાં વેચાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp