અરવિંદ મીલ તૈયાર કરશે 2.40 કરોડ શર્ટ

PC: facebook.com/vijayrupanibjp

તાજેતરમાં જાહેર કરેલી ગુજરાતની નવી ગારમેન્ટ-એપેરલ નીતિ  2017ને પ્રતિસાદ આપતાં અરવિંદ લીમીટેડ દહેગામમાં રૂ.300 કરોડના રોકાણ સાથે ગારમેન્ટ મેન્યુફેકચરીંગ યુનિટ શરૂ કરશે. આ અંગેના MoU આજે ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા.

અરવિંદ લીમીટેડ સપ્ટેમ્બર-2018 સુધીમાં પ્રોજેકટ શરૂ કરીને વાર્ષિક 2.40 કરોડ નંગ શર્ટ-જીન્સનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

આ પ્રોજેકટમાં આશરે 10 હજાર લોકોને રોજગારીની તકોનું નિર્માણ થશે તે પૈકી 80 ટકા રોજગારી મહિલાઓને મળશે. આ પ્રોજેકટથી કપાસના ઉત્પાદનથી તૈયાર વસ્ત્રો સુધીની સમગ્ર ચેઇનને લાભ મળવાનો છે.

સમજૂતિ કરારની આ વેળાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી, અગ્રસચિવ એમ.કે.દાસ, ઊદ્યોગ કમિશનર મમતા વર્મા, જી.આઇ.ડી.સી.ના એમ.ડી., ડી. થારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp