અશનીર ગ્રોવર BhartPe અને Grofers બાદ ત્રીજુ યૂનિકોર્ન બનાવવાની તૈયારીમાં

PC: fortuneindia.com

ફિનટેક કંપની ભારતપેના પૂર્વ કો-ફાઉન્ડર અશનીર ગ્રોવરે મંગળવારે પોતાના 40મા જન્મદિવસ પર એક જાહેરાત કરી છે કે, તે કારોબારી દુનિયામાં વાપસી કરવા માટે તૈયાર છે અને તેમની યોજના એક યૂનિકોર્ન કંપની ઊભી કરવાની છે. યૂનિકોર્ન એ કંપનીઓને કહેવામાં આવે છે કે, જેનું માર્કેટ વેલ્યુએશન 100 કરોડ ડૉલરથી વધુ હોય. અશનીર ગ્રોવરે મંગળવારે કરેલી એક ટ્વીટમાં સંકેત આપ્યા કે તેમનું નવુ સ્ટાર્ટઅપ એક નવા સેક્ટરમાં ક્રાંતિ લાવનારુ હશે.

અશનીર આ પહેલા ભારતપેના કો-ફાઉન્ડર અને મેનેજિંગ ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. ભારતપે એક ફિનટેક કંપની છે અને અશનીરે આ સ્ટાર્ટઅપને યૂનિકોર્ન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમને ભારતપેના એક મહત્ત્વના ચહેરા તરીકે જોવામાં આવે છે. જોકે, કંપનીમાં તેમના ઉપર નાણાંકીય અનિયમિતતાના આરોપ લાગ્યા હતા, ત્યારબાદ તેમને ભારતપેમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. ભારતપેએ ગયા વર્ષે ઓગષ્ટમાં યૂનિકોર્નનો દરજ્જો હાંસલ કર્યો હતો.

ભારતપે પહેલા અશનીર ગ્રોવર ગ્રોફર્સની સાથે જોડાયેલા હતા. જે આજે બ્લિંકિટના નામે ઓળખાય છે. અશનીર ગ્રોવર ઓગષ્ટ 2017 સુધી ભારતપેના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર હતા.

અશનીર ગ્રોવરે મંગળવારે પોતાના જન્મદિવસના અવસરે ટ્વીટ કરીને કહ્યું કે, ‘આજે હું 40 વર્ષનો થયો છું, કેટલાક લોકો કહે છે કે હું સંપૂર્ણ જીવન જીવી ચૂક્યો છું અને આ જીવનમાં ઘણા લોકોની સરખામણીમાં અધિક વસ્તુઓનો અનુભવ લઇ ચૂક્યો છું. મેં ઘણી પેઢીઓ માટે વેલ્યુ બનાવી છે. જોકે, મારા માટે તો આ હજુ અધૂરુ કામ જ છે. હવે એક નવા સેક્ટરમાં રીફોર્મ લાવવાની કોશિશ કરી રહ્યો છું. હવે ત્રીજુ યૂનિકોર્ન બનાવવાનો સમય આવી ગયો છે.’ અશનીરે ટ્વીટની સાથે પોતાનો એક ફોટો પણ પોસ્ટ કર્યો છે.

અશનીર ગ્રોવરે નવુ સ્ટાર્ટઅપ શરૂ કરવાની પોતાની યોજના વિશે પાછલા મહિને જ વાત કરી હતી. તેમણે ચંદીગઢમાં આંત્રપ્રિન્યોર્સ સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં કહ્યું કે, તેઓ ઇનવેસ્ટર્સની સાથે મળીને બિઝનેસ કરવા નથી માગતા. તેમણે કહ્યું કે, હું પોતાના પૈસાથી જ પોતાનું જ વેન્ચર શરૂ કરવા માગુ છું અને તે કંપનીને એક પ્રોફિટેબલ કંપનીમાં ફેરવવા માગુ છું. અશનીર ગ્રોવર એક રીયાલિટી ટીવી શો શાર્ક ટેન્કનો પણ એક મહત્ત્વનો હિસ્સો રહી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp