વોટ્સએપ પર શરૂ થશે બેન્કિંગ સેવાઓ, આ બે બેંકોના ગ્રાહકોને મળશે લાભ

PC: thewire.in

કોટક મહિન્દ્રા બેન્ક અને સારસ્વત સહકારી બેન્ક દ્વારા જાણવા મળ્યું છે કે તેમના ગ્રાહકો સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપ દ્વારા બેન્કિંગ સેવાઓનો લાભ લઇ શકે છે. આ બંને બેંકો તેમના ક્લાયંટની ક્વેરીને વોટ્સએપ પર પર સોલ્વ કરી રહ્યા છે. ગ્રાહકો ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી સંબંધિત પ્રશ્નોનું સમાધાન વોટ્સએપ પર મેળવી શકે છે. કોટક મહિન્દ્રા બેન્કે ગ્રાહકોને માહિતી મોકલતા કહ્યું છે કે બેંક એકાઉન્ટ્સ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલી તેમની સમસ્યાઓનો ઉકેલ વોટ્સએપ મારફતે કરવામાં આવશે. સારસ્વત કો-ઓપરેટિવ બેંકે જણાવ્યું છે કે આ એપ પર બેંકિંગ સેવાઓ પૂરી પાડનારી તે પ્રથમ કો-ઓપરેટીવ બેંક છે.

વોટ્સએપ શરૂ કરશે પેમેન્ટ બેંક

વોટ્સએપ ટૂંક સમયમાં જ તેની પેમેન્ટ બેંક શરૂ કરી શકે છે. આ સંદર્ભમાં કંપનીના વડાએ તેના તમામ ભારતીય ગ્રાહકો માટે ચુકવણી સેવા શરૂ કરવાની ઔપચારિક મંજૂરી માટે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ને એક પત્ર લખ્યો હતો. દેશમાં વોટ્સએપના કુલ 20 કરોડ યુઝર્સ છે.

પેમેન્ટ બેંક સાથે જોડાઈ ગયા છે 10 લાખ યુઝર્સ 

મેસેજિંગ એપ્લિકેશને લગભગ 10 લાખ યુઝર્સ સાથે ચૂકવણી સેવાની ચકાસણી કરી હતી. જો કે, ઘણા મહિના પસાર થયા હોવા છતાં તેને આ સેવા શરૂ કરવા માટે નિયમનકાર તરફથી મંજૂરી મળી ન હતી. લોકપ્રિય એપ્લિકેશન લગભગ બે વર્ષથી તેની ચુકવણીની યોજનાને લઇને સરકાર સાથે સંપર્કમાં છે. બીજીબાજૂ તેની પ્રતિસ્પર્ધી કંપની ગૂગલ તેની ચુકવણી સેવાઓને આગળ ધપાવી ચૂકી છે. તો હવે વોટ્સએપ પણ વધુ પ્રયત્નો કરી શક્ય એટલા યુઝર્સને જોડવા પ્રયત્ન કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp