26th January selfie contest

સરકારે પેટ્રોલમાં મિક્સ થતા ઇથેનોલની કિંમત વધારી

PC: PIB

ભારત સરકારે જણાવ્યું કે, PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેન્દ્રીય સમિતિ દ્વારા 1 ડિસેમ્બર 2020થી 30 નવેમ્બર 2021 સુધીના ESY 2020-21 દરમિયાન આગામી સમયમાં આવેલી રહેલી શેરડીની સિઝન 2020-21 માટે EBP કાર્યક્રમ અંતર્ગત વિવિધ શેરડી આધારિત કાચા માલમાંથી મેળવવામાં આવેલા ઇથેનોલની ઊંચી કિંમત નિર્ધારિત કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

આપવામાં આવેલી મંજૂરીમાં નીચે ઉલ્લેખિત બાબતો સામેલ છે:

(i) C ભારે મોલાસીસ માધ્યમમાંથી પ્રાપ્ત કરવામાં આવેલા ઇથેનોલની કિંમત લીટર દીઠ રૂ. 45.69થી વધારીને લીટર દીઠ રૂ. 46.66,

(ii) B ભારે મોલાસીસ માધ્યમમાંથી પ્રાપ્ત કરવામાં આવેલા ઇથેનોલની કિંમત લીટર દીઠ રૂ. 57.61થી વધારીને લીટર દીઠ રૂ. 59.08,

(iii) શેરડીના રસ/ખાંડ/ખાંડના સીરપ (દ્રાવણ)માંથી પ્રાપ્ત કરવામાં આવેલા ઇથેનોલની કિંમત લીટર દીઠ રૂ. 62.65થી વધારીને લિટરદીઠ રૂ. 63.45,

(iv) આ ઉપરાંત GST અને પરિવહન ચાર્જ પણ ચુકવવાપાત્ર રહેશે.

(v) સરકારે નિર્ણય લીધો છે કે ઓઇલ PSE કંપનીઓને 2G ઇથેનોલના ભાવ નક્કી કરવાની સ્વતંત્રતા આપવી જોઈએ કારણ કે, આનાથી દેશમાં આધુનિક બાયોફ્યુઅલ રિફાઇનરીઓ સ્થાપવામાં મદદ મળી રહેશે. અહીં નોંધવું મહત્ત્વપૂર્ણ છે કે, ધાન્ય આધારિત ઇથેનોલના ભાવ હાલમાં માત્ર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC) દ્વારા જ નક્કી કરવામાં આવે છે.

આ મંજૂરી આપવાથી ઇથેનોલના પૂરવઠાકારોને ભાવમાં સ્થિરતા તેમજ વળતરકારક કિંમતો પૂરી પાડવાની સરકારની અવિરત નીતિ સરળ બનાવવામાં મદદ મળશે તેમજ, શેરડીના ખેડૂતોની બાકી બાકી રકમ, ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભરતા ઓછી કરવામાં પણ મદદ કરશે અને તેના કારણે વિદેશી હૂંડિયામણની બચત પણ થઇ શકશે અને પર્યાવરણ માટે પણ તે લાભકારી નીવડશે.

આ નિર્ણયથી ઓઇલ PSE હવે 2G ઇથેનોલની કિંમતો નક્કી કરી શકશે અને તેનાથી દેશમાં આધુનિક બાયોફ્યુઅલ રિફાઇનરીઓ સ્થાપિત કરી શકાશે.

તમામ ડિસ્ટિલરીઓ આ યોજનાનો લાભ ઉઠાવી શકશે તેમજ તેમાંથી મોટી સંખ્યામાં ડિસ્ટિલરીઓ EBP કાર્યક્રમ માટે ઈથેનોલનો પૂરવઠો પહોંચાડશે તેવી અપેક્ષા છે.

સરકાર દ્વારા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ (EBP) કાર્યક્રમનો અમલ કરવામાં આવી રહ્યો છે, જેમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC) 10 ટકા સુધી ઇથેનોલ મિશ્રણ કરેલા પેટ્રોલનું વેચાણ કરે છે. આ કાર્યક્રમનો અમલ 01 એપ્રિલ, 2019થી આંદામાન અને નિકોબાર તેમજ લક્ષદ્વીપ કેન્દ્રશાસિત પ્રદેશોને બાદ કરતા સંપૂર્ણ ભારતમાં શરૂ કરવામાં આવ્યો છે. આનો ઉદ્દેશ વૈકલ્પિક અને પર્યાવરણ માટે અનુકૂળ હોય તેવા ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમ ઊર્જાની જરૂરિયાત માટે આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો મૂળ ઇરાદો ધરાવે છે.

સરકાર દ્વારા વર્ષ 2014 ઇથેનોલની કિંમત નક્કી કરવાની અધિસૂચના આપવામાં આવી છે. વર્ષ 2018 દરમિયાન પ્રથમ વખત સરકારે, ઇથેનોલના કાચી સામગ્રીનો ઉપયોગ કરીને ઉત્પાદિત કરવામાં આવેલા ઇથેનોલના આધારે ઇથેનોલના વિવિધ ભાવો જાહેર કર્યા હતા.

આ નિર્ણયોથી ઇથેનોલના પુરવઠામાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે સરકારી OMC દ્વારા ઇથેનોલની ખરીદી ઇથેનોલ પુરવઠા વર્ષ (ESY) 2013-14માં 38 કરોડ લીટર હતી ત્યાંથી વધીને ESY 2020-21માં 350 કરોડ લીટર સુધી પહોંચી ગઇ છે.

હિતધારકોને લાંબા ગાળાનું પાસું પ્રદાન કરવાની બાબતને ધ્યાનમાં રાખીને MoP&NG દ્વારા EBP કાર્યક્રમ અંતર્ગત લાંબા ગાળાના આધારે ઇથેનોલ ખરીદીની નીતિ બહાર પાડવામાં આવી છે. તેને અનુરૂપ, OMC દ્વારા પહેલાંથી જ ઇથેનોલ પૂરવઠાકારોનું વન ટાઇમ રજિસ્ટ્રેશન કરવાની કામગીરી સંપન્ન કરવામાં આવી છે. OMC દ્વારા નામ પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે જેથી પાત્રતા ધરાવતા પરિયોજના સમર્થકો કે જેમની સાથે લાંબા ગાળાના કરાર કરવામાં આવશે તેઓ ઇથેનોલની ખાધવાળા રાજ્યોમાં ઇથેનોલ પ્લાન્ટ સ્થાપવા માટે કરારબદ્ધ થશે. લાંબાગાળાના પરિપ્રેક્ષ્ય માટે અને રોકાણને આકર્ષવા માટેની અન્ય મુખ્ય વિશેષતાઓમાં OMCને આગામી ESY 2021-22ના અંત સુધીમાં પેટ્રોલમાં 10% ઇથેનોલના મિશ્રણ અને ESY 2025-26 સુધીમાં 20% ના મિશ્રણનું લક્ષ્ય નિર્ધારિત કરવા માટેના નિર્દેશો આપવાનું શામેલ છે. આ દિશામાં લેવાયેલા એક પગલાં તરીકે, આદરણીય PMએ વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે, 5 જૂન, 2021 ના રોજ ભારતમાં ઇથેનોલ સંમિશ્રણ 2020-25 માટે રૂપરેખા પર નિષ્ણાતોની સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલો એક અહેવાલ બહાર પાડ્યો હતો. આ તમામ બાબતો ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ (વ્યવસાય કરવામાં સરળતા) પ્રદાન કરશે અને તેનાથી આત્મનિર્ભર ભારત પહેલના ઉદ્દેશો પણ પ્રાપ્ત કરી શકાશે.

શેરડીના ઉત્પાદનમાં સતત વૃદ્ધિના કારણે શેરડીના ભાવમાં ઘટાડો થાય છે. તેના પરિણામરૂપે, ખાંડ ઉદ્યોગ દ્વારા શેરડીના ખેડૂતોને ચુકવણી કરવાની ઓછી ક્ષમતાના કારણે આ ખેડૂતો પર દેવાનું ભારણ એકધારું વધતું જાય છે. શેરડીના ખેડૂતો પરથી દેવાનું ભારણ ઓછું કરવા માટે સરકારે સંખ્યાબંધ નિર્ણયો લીધા છે. દેશમાં ખાંડના ઉત્પાદનને મર્યાદિત કરવા અને ઇથેનોલના સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવાના દ્રષ્ટિકોણ સાથે, સરકારે બી ભારે મોલાસીસ, શેરડીનો રસ, ખાંડ અને ખાંડના સીરપનું ઇથેનોલના ઉત્પાદન માટે ડાયવર્ઝન કરવા સહિત અનેક પગલાં લીધાં છે. હવે, શેરડીની વાજબી અને વળતરક્ષમ કિંમતો (FRP) થઇ ગઇ છે અને ખાંડની એક્સ-મિલ કિંમતોમાં ફેરફાર થયો છે તેથી, શેરડી આધારિત વિવિધ કાચા માલમાંથી મેળવેલા ઇથેનોલની એક્સ-મિલ કિંમતમાં સુધારો કરવાની જરૂરિયાત ઉભી થઇ છે.

આ ઉપરાંત, સેકન્ડ જનરેશન (2G) ઇથેનોલ કાર્યક્રમ (જે કૃષિ અને વન અવશેષો જેમકે ચોખા અને ઘઉંના ઠુંઠા/મકાઈના ડુંડા અને શેરડીના છોંતરા/કૂચા, લાકડાંના બાયોમાસ વગેરેમાંથી ઉત્પન કરી શકાય છે) શરૂ કરવા માટે, ઓઈલ PSE દ્વારા કેટલીક પરિયોજનાઓ શરૂ કરવામાં આવી છે જેઓ અગાઉ CCEA દ્વારા મંજૂર કરવામાં આવેલી સરકારની PM JI-VAN યોજના દ્વારા આર્થિક સહાયતા મેળવી રહી છે. આ પરિયોજનાઓ ESY 2021-22 દરમિયાના કાર્યાન્વિત થઇ જશે તેવી અપેક્ષા છે અને આ પ્રકારે 2G ઇથેનોલની કિંમતો અંગેનો નિર્ણય લેવામાં આવે તે ઇચ્છિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp